Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ

|

Apr 12, 2021 | 5:46 PM

Rajkot: સામાન્ય રીતે કોવિડ દર્દીઓ અને તેના મૃતદેહની નજીક જતા લોકો ડરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા કોવિડના મૃતક વ્યક્તિઓના અંતિમ સંસ્કારની સેવા કરી રહ્યુ છે.

Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ

Follow us on

Rajkot: સામાન્ય રીતે કોવિડ દર્દીઓ અને તેના મૃતદેહની નજીક જતા લોકો ડરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા કોવિડના મૃતક વ્યક્તિઓના અંતિમ સંસ્કારની સેવા કરી રહ્યુ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો પીપીઇ કીટ પહેરીને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કાર કરે છે.આરએસએસની આ સેવાની લોકો સરાહના કરી રહ્યા છે.આખો દિવસ આકકા તાપમાં પણ પીપીઇ કીટ પહેરીને સ્વયંસેવકો લોકોને મદદ કરી રહ્યા છે.

પોતાની પણ રાખે છે તકેદારી.

આરએસએેસના સ્વયંસેવકો પોતે અને તેના પરિવારજનો સંક્રમિત ન થાય તે માટેની તકેદારી પણ રાખે છે સ્મશાનમાંથી નીકળે ત્યારે પીપીઇ કિટનો નાશ કરે છે અને બાદમાં ઘરે જઇને સ્નાન કરે છે જેથી પરિવારજનોને કોઇ નુકશાન ન થાય.

સ્વયંસેવકો ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમક્રિયાઓમાં વ્યસ્ત
એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક પંકજભાઈ રાવલે જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારીનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં વર્તાય રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમક્રિયાઓમાં પોતાનું સહયોગ આપવામાં આવી રહ્યો છે. 25 જેટલા સ્વયંસેવકો કોઇ પણ જાતનો ભય કે ડર રાખ્યા વગર કોઈ પણ જાતના જાતિ-ધર્મનો ભેદ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

ઉકાળા, દવાઓ અને જમવા સહિતની વ્યવસ્થા કરી રહ્યાં છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ન માત્ર સ્મશાનમાં અંતિમ ક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પરંતુ સાથોસાથ લોકોને ઉકાળા દવાઓ તેમજ જમવા સહિતની વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે રાષ્ટ્ર પર વિપદા આવી પડી છે. ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક ઘરની બહાર નીકળી લોકોની મદદ આવ્યો છે. મોરબીનું હોનારત હોય કે પછી 26 જાન્યુઆરીનો ભૂકંપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકે હર હંમેશ લોકોની મદદ કરી છે.

Published On - 5:33 pm, Mon, 12 April 21

Next Article