AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજી રિવરફ્રન્ટનું કામ કાગળથી આગળ ક્યારે વધશે? આજીની સફાઈમાં 8 કરોડના આંધણ બાદ પણ ઠેર ઠેર ગંદકી

આજી રિવરફ્રન્ટનું કામ કાગળથી આગળ ક્યારે વધશે? આજીની સફાઈમાં 8 કરોડના આંધણ બાદ પણ ઠેર ઠેર ગંદકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 8:40 AM
Share

Rajkot: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ આજી નદી પર આકર્ષક રિવરફ્રન્ટનો દાવો પાછલા 10 વર્ષથી થાય છે. જેનું કામ આગળ ન વધતા વિપક્ષ સરકારની ઢીલી કામગીરી નિંદા કરી રહ્યો છે.

રાજકોટવાસીઓને આજી રિવરફ્રન્ટ યોજનાનું સ્વપ્ન વર્ષોથી બતાવવામાં આવે છે. પરંતુ રામનાથ મહાદેવ મંદિર નજીક રિવરફ્રન્ટની યોજના કાગળ પરથી આગળ વધી શકી નથી. આજી નદીમાં ગંદકીની સફાઈ માટે અત્યાર સુધીમાં 8 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. નદીની બંને સાઈડ ડ્રેનેજની કામગીરી થઈ છે. પરંતુ આજી નદી આસપાસથી ગંદકી હજી દૂર થઈ નથી. આજી રિવરફ્રન્ટનો 1500 કરોડની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વહીવટી આંટીઘૂંટીમાં અટવાયો છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પ્રક્રિયામાં વર્ષો પસાર થયા. પરંતુ યોજનાની કામગીરી હજી આગળ વધી શકી નથી.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ આજી નદી પર આકર્ષક રિવરફ્રન્ટનો દાવો પાછલા 10 વર્ષથી થાય છે. જેનું કામ આગળ ન વધતા વિપક્ષ સરકારની ઢીલી કામગીરી નિંદા કરી રહ્યો છે. તો મેયરે કહ્યું કે જરૂરી સરકારી મંજૂરી પૂર્ણ કરી કેન્દ્ર સમક્ષ પ્રોજેક્ટ તૈયાર કરી દેવાયો છે. આજી રિવરફ્રન્ટ મુદ્દે કેન્દ્રની ટીમ ટૂંકાગાળામાં જ નીરિક્ષણ કરી કામગીરી આગળ વધારશે.

 

આ પણ વાંચો: IND vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ, જાણો

આ પણ વાંચો: શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

Follow Us
g clip-path="url(#clip0_868_265)">