રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ભાવને લઇને ખેડૂતોમાં નિરાશા

|

Oct 16, 2021 | 2:37 PM

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં દશેરાના એક દિવસ પહેલાથી મગફળીની આવક શરૂ થઈ છે. ત્યારે આજે દિવાળી પૂર્વે મગફળી અને કપાસની મોટાપ્રમાણમાં આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીના પાકનું મબલખ ઉત્પાદન થયું છે.

રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ભાવને લઇને ખેડૂતોમાં નિરાશા
Rajkot: Peanuts in Gondal Market Yard, disappointment among farmers over prices

Follow us on

સૌરાષ્ટ્રમાં ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ મગફળી અને કપાસથી ઉભરાયા છે. માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ખેડૂતો સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.. ખેડૂતો વ્યથા ઠાલવતા કહે છે કે- ખાતર, બિયારણ સહિતની દરેક વસ્તુમાં ભાવ વધારો ચૂકવવો પડે છે. પણ ખેડૂતોને અપાતા ભાવમાં કોઈ વધારો થતો નથી. માર્કેટ યાર્ડમાં 80 હજાર ગુણી મગફળીની બંપર આવક થઈ છે..મગફળીની આવક વધતા ભાવમાં મણ દીઠ 100થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.ખેડૂતોને મગફળીનો મણ દીઠ 1050થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે 29 હજાર મણ કપાસની આવક થઈ છે. ખેડૂતોને કપાસનો મણ દીઠ 900થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જોકે આ ભાવથી ખેડૂતો નિરાશ છે.

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં દશેરાના એક દિવસ પહેલાથી મગફળીની આવક શરૂ થઈ છે. ત્યારે આજે દિવાળી પૂર્વે મગફળી અને કપાસની મોટાપ્રમાણમાં આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીના પાકનું મબલખ ઉત્પાદન થયું છે. જેને પગલે  દિવાળી પૂર્વે ખેડૂતો દ્વારા મગફળી વેચાણ કરી રોકડા રૂપિયા મેળવવા માર્કેટ યાર્ડમાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આજે મગફળીની હરાજીમાં રૂપિયા 1050થી 1200 સુધી ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં  મગફળીની આવક શરૂ કરતાં દશેરાના દિવસે રાબેતા મુજબ સવારના સમયે મગફળીની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે આવક શરૂ કરતાં સાથે મગફળીની 80,000 ગુણી જેટલી મોટી આવક થઇ હતી. અને તેની સાથે કપાસની પણ મબલક આવક થઈ હતી. જેને પગલે એક મણે 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મગફળીની સાથે કપાસની પણ જંગી આવક થઈ હતી. આજે રાજકોટ યાર્ડમાં કપાસની 29 હજાર મણની આવક થઈ છે. જેમાં કપાસ 1 મણના ભાવ રૂ.900થી રૂ.1600 બોલાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પરંતુ ખેડૂતો દિવાળી પૂર્વે જ રોકડી કરવાના મૂડમાં હોય તેમ મગફળી યાર્ડમાં વેચી રહ્યા છે. યાર્ડમાં મગફળીની જંગી આવકોને પગલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવકો બંધ કરાઈ હોવાનું યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું છે.

Next Article