RAJKOT : ધોરાજી પંથકમાં ડુંગળીનો પાક નિષ્ફળ, સતત બીજા વર્ષે ધરતીપુત્રોને નુકસાન

|

Sep 25, 2021 | 12:03 PM

ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે વરસાદથી ડુંગળીના ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. હવે ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તો ખેડૂતો નવું વાવેતર કરી શકે એમ છે.

RAJKOT : ધોરાજી પંથકમાં ડુંગળીનો પાક નિષ્ફળ, સતત બીજા વર્ષે ધરતીપુત્રોને નુકસાન
Onion Crop (File Photo)

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલ ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક ફેલ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે.

ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. અને ડુંગળીના પૂરતા પોષણક્ષમ ભાવના મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બાદમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ડુંગળીનો ઊભો પાક ફેલ થઈ ગયો હતો.

આ વર્ષે સારો એવો વરસાદ થયો ખેડૂતોને સારા એવા ઉત્પાદન અને સારા એવા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોની આ આશા પર ધોરાજી પંથકમાં પડેલ ભારે વરસાદએ પાણી ફેરવી નાખ્યું. અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી અને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે એક વીઘા દીઠ વાવેતરથી લઇ અને અત્યાર સુધી આઠથી દશ હજારનો ખર્ચ કર્યો, મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને ખાતર સહિત મજૂરી ખર્ચ કર્યો. પરંતુ ભારે વરસાદને કારણે હવે પાક ફેલ થઈ ગયો. અને ખર્ચ માથે પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે વરસાદથી ડુંગળીના ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. હવે ખેડૂતોને સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તો ખેડૂતો નવું વાવેતર કરી શકે એમ છે.

નોંધનીય છેકે કયારેક વરસાદની ખેંચને કારણે ધરતીપુત્રોને પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવે છે. અને, જયારે સારો વરસાદ થાય અને ખેડૂતોને સારો પાક મળે ત્યારે તેમને ખેત ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. જેથી દર વરસે ખેડૂતોને પાક વાવ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જેવી જ રહેતી હોય છે. ત્યારે ધોરાજીના ધરતીપુત્રો હાલ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.

આ પણ વાંચો : JAMNAGAR : પૂર અસરગ્રસ્તોની 15થી 20 દિવસમાં સહાય આપવાની માગ, વોર્ડ નંબર 4ના સ્થાનિકોએ કલેકટરને કરી રજુઆત

Next Article