VIDEO: રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંદ ગતિએ, 40 દિવસમાં માત્ર 9 ટકા ખેડૂતોની જ મગફળી ખરીદાઈ

|

Dec 10, 2019 | 6:02 AM

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં નિરસતા જોવા મળી છે. 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર 9 ટકા ખેડૂતોની જ મગફળી ખરીદાઈ છે. ખરીદીમાં ઝડપ વધારવા આજે જિલ્લા મોનિટરિંગ સેલની બેઠક છે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. કુલ 82 હજાર ખેડૂતોમાંથી 7,231 ખેડૂતો પાસેથી 1 લાખ 57 હજાર ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. પરંતુ હજુ […]

VIDEO: રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંદ ગતિએ, 40 દિવસમાં માત્ર 9 ટકા ખેડૂતોની જ મગફળી ખરીદાઈ

Follow us on

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં નિરસતા જોવા મળી છે. 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર 9 ટકા ખેડૂતોની જ મગફળી ખરીદાઈ છે. ખરીદીમાં ઝડપ વધારવા આજે જિલ્લા મોનિટરિંગ સેલની બેઠક છે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. કુલ 82 હજાર ખેડૂતોમાંથી 7,231 ખેડૂતો પાસેથી 1 લાખ 57 હજાર ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ખેડૂતોની નોંધણી રાજકોટ જિલ્લામાં થઈ છે. પરંતુ અપૂરતા સ્ટાફ અને બેજવાબદારી પૂર્વકની કામગીરીને લીધે ટેકાના ભાવે મગફળીની ખરીદી મંદ ગતિએ ચાલી રહી છે. હજારો ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી આપવાને બદલે ઓછી કિંમતે માર્કેટ યાર્ડમાં મગફળી વેચવી પડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પ્રકારની સ્થિતિ અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે મગફળીની ખરીદી માટે સરકારે વધુ સ્ટાફ મુકવો જોઈએ તેવી માગણી કરાઈ હોવા છતાં ગાંધીનગરથી આ મુદ્દે કોઈ સાનુકુળ પ્રત્યાઘાત મળ્યા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article