Rajkot: જેતલસર હત્યાકાંડ બનાવના પગલે હાર્દિક પટેલે પરિવારને આપી સાંત્વના, અગાઉ CR પાટીલે લીધી હતી મુલાકાત

|

Mar 22, 2021 | 11:56 PM

Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક યુવતીની ભર બપોરે હત્યા થઈ હતી, ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

Rajkot: જેતલસર હત્યાકાંડ બનાવના પગલે હાર્દિક પટેલે પરિવારને આપી સાંત્વના, અગાઉ CR પાટીલે લીધી હતી મુલાકાત
Hardik Patel

Follow us on

Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક યુવતીની ભર બપોરે હત્યા થઈ હતી, ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જે બનાવને લઈને સામાજિક-રાજકીય આગેવાનો મુલાકાત લઈ રહ્યા છે. હાર્દિક પટેલે પણ પીડિત પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.

 

16 માર્ચના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સૃષ્ટિ રૈયાણીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ સૌરાષ્ટ્રભરમાં મામલો ગરમાતા તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ આરોપીઓને દબોચી પાડી સખ્ત કાર્યવાહી કરવા મામલે અવાજ ઉઠાવતા પોલીસે 48 કલાકમાં જ આરોપીને દબોચી પાડ્યો હતો. જોકે આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા આપવાની માંગ પ્રબળ બનતા રાજકીય મામલો ફરી એક વખત ગરમાયો છે.

 

જેતપુર તાલુકાના જેતલસર ગામની સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સગીરાના પરિવારજનોની મુલાકાત કરી હતી. સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રદેશ પ્રમુખની સાથે જિલ્લા ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ પણ બપોરે 4 કલાકે સગીરાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

 

હાર્દિક પટેલની પરિવારની મુલાકાત અગાઉ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ મૃતક સગીરાના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે સગીરાને ન્યાય મળે તે માટે પોક્સોની કલમ ઉમેરવામાં આવશે તો મુખ્યપ્રધાને પણ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તે માટે આદેશ કર્યો અને ધારદાર રજૂઆત કરી શકાય તે માટે આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Surat મહાનગરપાલિકાએ પ્રજાને આપી મોટી રાહત, 25 ચોરસ મીટર સુધીની મિલકતોના વેરામાં ઘટાડો

Next Article