RAJKOT : ઓક્સિજનની અછતનો ડર, જરૂરિયાતના સમયે લઇ ગયેલા ઓક્સિજનના બાટલાની થઇ રહી છે સંગ્રહખોરી

|

Apr 26, 2021 | 12:56 PM

RAJKOT : શહેરમાં દિવસેને દિવસે ઓક્સિજનની માંગ ઉઠી રહી છે. લોકો ઓક્સિજનના બાટલા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ઓક્સિજનના સિલિન્ડર આપતી સામાજિક સંસ્થાઓ પણ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યા છે.

RAJKOT : ઓક્સિજનની અછતનો ડર, જરૂરિયાતના સમયે લઇ ગયેલા ઓક્સિજનના બાટલાની થઇ રહી છે સંગ્રહખોરી
ઓક્સિજનની સંગ્રહખોરી

Follow us on

RAJKOT : શહેરમાં દિવસેને દિવસે ઓક્સિજનની માંગ ઉઠી રહી છે. લોકો ઓક્સિજનના બાટલા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ઓક્સિજનના સિલિન્ડર આપતી સામાજિક સંસ્થાઓ પણ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ છે લોકો દ્વારા કરવામાં આવતી સિલીન્ડરની સંગ્રહખોરી.

રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનના સિલીન્ડર ડિપોઝિટ લઇને આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 750 જેટલા સિલીન્ડર લોકોને આપવામાં આવ્યા છે જેમાંથી માત્ર 500 સિલીન્ડર પરત આવ્યા નથી.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે શહેરમાં સંક્રમણ વધ્યું છે જેના કારણે ઓક્સિજનના સિલીન્ડરની માંગ વધી છે. દરરોજ 1 હજાર જેટલા લોકો સિલીન્ડર લેવા આવી રહ્યા છે. જેમાંથી માત્ર 200 જેટલા લોકોને સિલીન્ડર આપી રહ્યા છે.જયેશભાઇના કહેવા પ્રમાણે લોકોમાં ડર છે કે તેને ઓક્સિજનની જરૂરિયાત પડશે તેના કારણે તેઓ ઓક્સિજનના સિલીન્ડરને પરત કરતા નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય

જયેશ ઉપાધ્યાયે લોકોને અપીલ કરી છે કે જે લોકોને જરૂરિયાત ન હોય તેવા લોકો આવા સિલીન્ડર પરત કરે જેથી અન્ય જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઇ શકે અને કોઇનો જીવ બચી શકે.

જરૂર પડીએ પોલીસને સાથે રાખીને સિલીન્ડર કબ્જે કરાશે.

જયેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે હાલના સંજોગોમાં લોકોને ઓક્સિજનના સિલીન્ડરની ખૂબ જરૂરિયાત છે જેના કારણે ખોટી સંગ્રહખોરી ન થાય તે હેતુથી પહેલા જેમની પાસે સિલીન્ડર છે તેઓને ટેલીફોનિક માહિતી લઇને માંગણી કરાશે અને જો તો પણ પરત નહિ આપે તો પોલીસને સાથે રાખીને ઘરે ઘરે જઇને ખોટી રીતે સંગ્રહખોરી કરનાર પાસેથી બાટલાં કબ્જે લેવામાં આવશે.

Published On - 12:56 pm, Mon, 26 April 21

Next Article