RAJKOT : 100 ટકા વૅક્સીનેશન પર કૉંગ્રેસના નેતા ડૉ.હેમાંગ વસાવડાના સવાલો, મેયરે તમામ આક્ષેપે ફગાવ્યા

|

Nov 23, 2021 | 3:47 PM

રાજકોટમાં 100 ટકા વેક્સિનેશન થઈ ગયાનું મનપાએ પોતાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું. જોકે વેક્સિનેશનને લઇને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, મહાનગરપાલિકાનો 100 ટકા વેક્સિનેશનનો દાવો ખોટો છે.

રાજકોટમાં 100 ટકા વૅક્સીનેશન પર કૉંગ્રેસના નેતા ડૉ.હેમાંગ વસાવડાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના 100 ટકા વૅક્સીનેશનના દાવાને ખોટો ગણાવ્યો છે. ડૉ. વસાવડાનો આક્ષેપ છે કે નકલી સર્ટિફિકેટ જનરેટ કરીને 100 ટકા વૅક્સીનેશન દર્શાવવામાં આવી રહ્યું છે. તેમણે વૅક્સીનેશનની ન્યાયિક તપાસ કરવાની માગણી કરી છે. હેમાંગ વસાવડાએ કહ્યું કે- ઘણા લોકોએ વેબસાઈટ પરથી વૅક્સીનેશનના ખોટા સર્ટિફિકેટ જનરેટ કર્યા છે.

આ બાબતની ઊંડી ન્યાયિક તપાસ કરવી જરૂરી છે. ઘણા લોકોએ વૅક્સીન ન લીધી હોવા છતાં તેમને ખોટા વૅક્સીનના સર્ટિફિકેટ મળી ગયા છે. જો 100 ટકા વૅક્સીનેશન થઈ ગયું હોય તો શા માટે હાલ વૅક્સીનેશનની કામગીરી ચાલી રહી છે? તે એક પ્રશ્ન છે. તેમણે આક્ષેપ કર્યો કે નાના અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવાના દબાણમાં લોકોનું વૅક્સીનેશન કરી દીધાનું બતાવે છે.

રાજકોટમાં 100 ટકા વેક્સિનેશન થઈ ગયાનું મનપાએ પોતાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું. જોકે વેક્સિનેશનને લઇને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, મહાનગરપાલિકાનો 100 ટકા વેક્સિનેશનનો દાવો ખોટો છે. મનપા ડમી સર્ટિફિકેટ જનરેટ કરી 100 ટકા વેક્સિનેશન બતાવી રહી છે. બીજી તરફ હેમાંગ વસાવડાને મેયરે જવાબ આપતા જણાવ્યું હતું કે, એક પણ ડમી સર્ટિફિકેટની ફરિયાદ હજી સુધી આવી નથી.

મેયર ડો. પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, હેમાંગ વસાવડાના આક્ષેપો પાયાવિહોણા છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. શહેરમાં 11 લાખ 65 હજાર લોકોએ વેક્સિન લીધી છે. રાજ્ય સરકારે જે ટાર્ગેટ આપ્યો હતો તેને રાજકોટ મનપાએ પૂર્ણ કર્યો છે.

Published On - 3:42 pm, Tue, 23 November 21

Next Video