Rajkot : કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું, જાણો વિશેષતા

|

Jul 20, 2021 | 10:31 AM

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મણીયારે જણાવ્યું હતું કે ઇંધણના ભાવ આસમાને જઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગ ધીમી ગતિએ થવું જેવી સમસ્યાઓ છે. તેથી અમે એવા બાઈકને બનાવવાનો વિચાર કર્યો કે જે પેટ્રોલ અને બેટરી બંને પર ચલાવી શકે.

Rajkot : કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું  હાઈબ્રીડ બાઈક બનાવ્યું, જાણો વિશેષતા
Rajkot college students built a hybrid bike that runs on both petrol and battery (PHOTO : ANI)

Follow us on

RAJKOT : દેશ સાથે રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. પેટ્રોલનો ભાવ વધતા બાઈકચાલકોએ બાઈકનો વપરાશ સીમિત કરી નાખ્યો છે. લોકો તેમના વાહનોને હવે જરૂરી કામ સિવાય બહાર કાઢતા નથી. તો બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા કારચાલકો પણ CNG તરફ વળ્યા છે. આ તમામ બાબતો વચ્ચે રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું છે.

પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક
ગુજરાત, રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ (VVP Engineering College) ના વિદ્યાર્થીઓએ એક એવું બાઈક વિકસાવ્યું છે જે પેટ્રોલ અને વીજળી બંને પર દોડી શકે છે.પેટ્રોલ અથવા ઇલેક્ટ્રિક બેટરી વચ્ચેની પસંદગી માટે ચાલકે ફક્ત હેન્ડલબાર પર લગાવેલી સ્વીચને દબાવવાની જરૂર પડશે. આ બાઈકને તેના એન્જિનમાં બેટરી લગાવવા સાથે એક હાઇબ્રિડ મોડેલ આપવામાં આવ્યું છે. આ માટે એન્જીનથી એક્સેલ સુધીના પાવરટ્રેન (powertrain) નામના મિકેનીઝમને અલગ કરવામાં આવ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મણીયારે જણાવ્યું હતું કે ઇંધણના ભાવ આસમાને જઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગ ધીમી ગતિએ થવું જેવી સમસ્યાઓ છે. તેથી અમે એવા બાઈકને બનાવવાનો વિચાર કર્યો કે જે પેટ્રોલ અને બેટરી બંને પર ચલાવી શકે.

ફૂલ ચાર્જ પર 40 કિમી પ્રતિ કલાકની ઝડપ
વિદ્યાર્થીઓ મુજબ સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરીથી આ બાઈક 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી ધાકે શકે છે. આ બાઈકની માઈલેજ જોઈએ તો એક યુનિટ ચાર્જીંગ કરવા સામે તે 17 પૈસા પ્રતિ કિલોમીટરની એવરેજ આપે છે.

કર્ણાટકના બેલગામ જિલ્લામાં નિપ્પાની તાલુકાના ધોરણ-10 ના વિદ્યાર્થી પ્રથમેશે પણ કોરોના મહામારીના લોકડાઉનના સમય દરમિયાન ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot: પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાથી કંટાળી લોકો CNG તરફ વળ્યાં, મોંઘીદાટ કારમાં પણ હવે CNG કીટ

Published On - 10:28 am, Tue, 20 July 21

Next Article