AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Local Body Polls 2021 : RAJKOT ભાજપ 19 જ્ઞાતિને ટિકિટ આપશે, નવા 25 ચહેરાને મળશે તક

Local Body Polls 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ (BJP) દ્વારા ત્રણ ટર્મથી કોર્પોરેટર પદ ભોગવતા અને 60 વર્ષથી વધુ વયના ઉમેદવાર કોર્પોરેટરની ચૂંટણી નહીં લડી શકે.

Local Body Polls 2021 : RAJKOT ભાજપ 19 જ્ઞાતિને ટિકિટ આપશે, નવા 25 ચહેરાને મળશે તક
RAJKOT BJP will give tickets to 19 castes, 25 new faces will get a chance
Charmi Katira
| Edited By: | Updated on: Feb 03, 2021 | 11:44 AM
Share

Local Body Polls 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ (BJP) દ્વારા ત્રણ ટર્મથી કોર્પોરેટર પદ ભોગવતા અને 60 વર્ષથી વધુ વયના ઉમેદવાર કોર્પોરેટરની ચૂંટણી નહીં લડી શકે. જેથી લોકો ઉત્સુક છે કે કોનું નામ કપાશે. આ અટકળો વચ્ચે  રાજકોટ (RAJKOT) ભાજપ દ્વારા 19 જ્ઞાતિને ટિકિટ આપશે. તો બીજી તરફ ચર્ચા તો એવી પણ શરૂ થાય રહી છે કે, ગત ચૂંટણીમાં 2 મુસ્લિમ મહિલાને ટિકિટ આપવામાં આવી હતી તે પૈકી એક પણ મુસ્લિમને ટિકિટ આપવામાં નહીં આવે.

ટિકિટની નવી નીતિને કારણે અનેક ચહેરાને  નવી તક મળશે. રાજકોટ શહેર ભાજપ દ્વારા જાહેર થનારી યાદીમાં 25 નવા ચહેરાનું સ્થાન આપવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંગળવારે રાજકોટના 12 ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા ચાર ઝોનમાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. રાજકોટના 18 વોર્ડમાંથી ભાજપના વર્તમાન કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો અને કાર્યકરોએ સેન્સ આપી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

રાજકોટ વોર્ડ નં. 10, 11 અને 12માં એક જ દિવસમાં 130 ફોર્મ ઉપડ્યા છે. વોર્ડ નં. 16, 17 અને 18માં બે દિવસમાં 160 કરતા વધુ ફોર્મ ઉપડી ચૂક્યા છે. જોકે હજુ સુધી એકપણ ફોર્મ ભરીને પરત આવ્યું નથી.

g clip-path="url(#clip0_868_265)">