RAJKOT : સિવીલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો, બે કલાકથી વેઇટિંગમાં છે પોઝિટિવ દર્દીઓ

|

Apr 11, 2021 | 4:03 PM

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સર્જાયેલા દ્રશ્યોથી કોરોનાનો કહેર કેટલો છે તે જોઇ શકાય છે. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે અને તેના કારણે દોઢથી બે કલાકનું સિવીલ હોસ્પિટલમાં વેઇટિંગ થયું છે.

RAJKOT : સિવીલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો, બે કલાકથી વેઇટિંગમાં છે પોઝિટિવ દર્દીઓ
સિવિલ બહાર વેઇટીંગ

Follow us on

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સર્જાયેલા દ્રશ્યોથી કોરોનાનો કહેર કેટલો છે તે જોઇ શકાય છે. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે અને તેના કારણે દોઢથી બે કલાકનું સિવીલ હોસ્પિટલમાં વેઇટિંગ થયું છે. બે કલાકથી વધારે સમયથી 18થી વધારે એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી જોવા મળી હતી. જેમાં દરેક એમ્બ્યુલન્સમાં પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા હતા જે ખરેખર ચોંકાવનારા છે.

એક તરફ રાજ્ય સરકારે ટેસ્ટીંગ વધારવાની વાત કરી છે બીજી તરફ પોઝિટિવ કેસની સામે તેને સારવાર પુરી પાડવી તંત્ર માટે મોટો પડકાર છે. શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. અને અત્યાર સુધી દરરોજ 400થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો તંત્ર માટે સવાલ ઉભા કરે છે.

રાજકોટ શહેરમાં મોટાભાગની ખાનગી હોસ્પિટલો ફુલ છે. તંત્ર દ્વારા કેન્સર હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન બેડ વધારવામાં આવ્યા છે. જ્યારે ઓછા લક્ષણ ધરાવતા દર્દીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article