કોંગ્રસના ધારાસભ્ય લલિત કગથરાએ ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઈને કર્યા આક્ષેપ

|

Dec 18, 2019 | 5:44 PM

રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ત્યારે આ કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ અમિત પટેલની ધરપકડ સામે સવાલ કર્યા છે. અને અમિત પટેલ કોઇ એજન્સીનો કર્મચારી નથી. મેટાડોરનો ડ્રાઇવર હોવાનો ખુલાસો કરી એક ઓડિયો ક્લિપ રજૂ કરી છે. જેમાં અમિત અને સોનુ નામનો કોઈ […]

કોંગ્રસના ધારાસભ્ય લલિત કગથરાએ ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઈને કર્યા આક્ષેપ

Follow us on

રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ત્યારે આ કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ અમિત પટેલની ધરપકડ સામે સવાલ કર્યા છે. અને અમિત પટેલ કોઇ એજન્સીનો કર્મચારી નથી. મેટાડોરનો ડ્રાઇવર હોવાનો ખુલાસો કરી એક ઓડિયો ક્લિપ રજૂ કરી છે. જેમાં અમિત અને સોનુ નામનો કોઈ અધિકારી વાતચીત કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા હોબાળો, મહિલા પોલીસ સભામાં પહોંચ્યા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બન્ને વચ્ચેના ઓડિયોમાં રૂપિયા લેવામાં આવતા હોય તેવી વાત પણ થઈ રહી છે. જેથી આ અધિકારી કોણ છે તેને લઈને સવાલ કર્યા છે. સાથે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અમિત પટેલ વચેટિયો છે. તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. અને અમિત પટેલ કોના માટે પૈસા લેતો હતો ? અધિકારીઓને અત્યાર સુધી કેમ પકડવામાં આવ્યા નથી? તેવા સવાલ કોંગ્રેસ કર્યા છે. સાથે જ કાલાવડ, મોરબી અને રાજકોટ સહિતના સેન્ટરોમાં આ પ્રકારનો નાનો મોટો વહિવટ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રસના ધારાસભ્ય લલિત કગથરાએ ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઈને આક્ષેપ કર્યા છે. અને કૌભાંડ પાછળ મોટા માથાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. તો આ બાબતે કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, આવા કોઈપણ લોકોને સરકાર છોડશે નહીં. ઓડિયો ક્લિપની પણ તપાસ કરવામાં આવશે. જો તેમા કોઈ અધિકારી સામેલ હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article