RAJKOT : કોરોનાને ડામવા મહંતે શરૂ કરી 7 ધૂણી તપસ્યા ,41 ડિગ્રી તાપમાનમાં કરશે સાધના

|

Apr 13, 2021 | 7:33 PM

RAJKOT : સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. એમ પણ ભારતમાં તો કોરોનાએ માજા મૂકી છે. ત્યારે આ કોરોના મહામરીને હરાવવા માટે સૌ-કોઇ એક થઈને તેની સામે લડત ચલાવી રહ્યા છે.

RAJKOT : કોરોનાને ડામવા મહંતે શરૂ કરી 7 ધૂણી તપસ્યા ,41 ડિગ્રી તાપમાનમાં કરશે સાધના
મહંતની તપસ્યા

Follow us on

RAJKOT : સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. એમ પણ ભારતમાં તો કોરોનાએ માજા મૂકી છે. ત્યારે આ કોરોના મહામરીને હરાવવા માટે સૌ-કોઇ એક થઈને તેની સામે લડત ચલાવી રહ્યા છે. એવામાં રાજકોટના લોધિકા નજીક આવેલ ચાંદલી ગામ ખાતે આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત દ્વારા વિશ્વમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે 7 ધૂણી તપસ્યા કરવામાં આવી હતી. જેના દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

કોરોના મહામારી શાંતિ અર્થે 7 ધૂણી તપસ્યા

સમગ્ર વિશ્વ કોરોના મહામરીને ભરડામાં છે. ત્યારે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા પાસે આવેલ ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌન વ્રત પાળી 7 ધુણી તપસ્યાનો પ્રારંભ કરેલ છે. જેને લઈને મોટાભાગના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો પણ આ ધાર્મિક કાર્યક્રમના દર્શનનો લાભ લેવા આવી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

કોરોના મહામારી શાંતિ અર્થે 7 ધૂણી તપસ્યા

40 ડીગ્રીથી વધુ તાપમાં યોજી તપસ્યા

મહંતશ્રી મહેશ્વરીનાથજી દ્વારા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોના મહામારીથી લોકોને છુટકારો મળે અને વિશ્વ શાંતિ માટે 21 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી 7 ધૂણી તપસ્યા શરૂ કરી છે. હાલ ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. તેમજ 40 ડીગ્રીથી વધુનું તાપમાન દરરોજ નોંધાઇ રહ્યું છે. ત્યારે રાજકોટના મહંત દ્વારા આકરા તાપની વચ્ચે પણ લોકોના સુખાકારી માટે 7 ધૂણી તપસ્યા શરૂ કરવામાં આવી છે.

Next Article