
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે જિલ્લાથી લઈને રાજ્ય સ્તર સુધીના કાર્યકરો અને રાજ્યના તમામ નેતાઓને મળી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત અંગે ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ યોજશે.આ દરમિયાન અમદાવાદમાં તેમણે સભામાં સંબોધન કરતા નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે’
રાહુલ ગાંધીએ સભા સંબોધતા કહ્યુ કે, કોંગ્રેસની વિચારધારા ગુજરાતની વિચારધારા છે. ગુજરાતનો દર બીજો વ્યક્તિ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ કે રેસના ઘોડાઓને જાનમાં મોકલી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે-રાહુલ ગાંધી | TV9Gujarati#ahmedabad #rahulgandhi #congress #gujaratcongress #congressleaders #bubbersher #gujarat #tv9gujarati pic.twitter.com/mlteMdxmVs
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2025
આ નિવેદનમાં રાહુલ ગાંધીએ એવુ નથી કહ્યુ કે આ નેતાઓને બાંધ્યા કોણે છે. ગુજરાતમાં લગભગ 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર છે. તો 30 વર્ષથી આ નેતાઓ જો બંધાયેલા છે, તો તેમને બાંધ્યા કોણે છે, તે અંગે રાહુલ ગાંધીએ કઇ સ્પષ્ટ જણાવ્યુ નથી. સાથે જ તેમણે કહ્યુ કે જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે, જ્યારે આપણે આપણી જવાબદારી પુરી કરીશું, ત્યારે જ જનતા આપણને જીતાડશે.
The people of Gujarat will not make us win the elections until we fulfil our responsibilities: LoP #RahulGandhi #RahulGandhiGujaratVisit #Ahmedabad #TV9Gujarati #TV9News pic.twitter.com/7zUyEhSkEh
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2025
રાહુલ ગાંધીએ કહ્યુ કે ગુજરાત અટવાઈ ગયું છે, તે રસ્તો જોઈ શકતું નથી, ગુજરાત આગળ વધવા માંગે છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવવામાં અસમર્થ છે, અને હું શરમથી બોલી રહ્યો નથી, હું ડરથી બોલી રહ્યો નથી, હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું, પછી ભલે તે આપણા કાર્યકરો હોય, પછી ભલે તે રાહુલ ગાંધી હોય, પછી ભલે તે આપણા મહાસચિવ હોય, પછી ભલે તે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ. આજ સુધી, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતની આપણી પાસેથી, મારા પાસેથી, આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાસેથી, આપણા પ્રભારી પાસેથી જે અપેક્ષાઓ હતી, તે આપણે પૂરી કરી શક્યા નથી…”
Published On - 12:26 pm, Sat, 8 March 25