રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ

|

Jun 23, 2021 | 3:37 PM

થોડા સમય પહેલાં લોકસભામાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભી ચોરો કા ઉપનામ મોદી ક્યોં હૈ ? એવી ટિપ્પણી કરી હતી. જે પછી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.

રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ
રાહુલ ગાંધી

Follow us on

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા છે. રાહુલ ગાંધીએ મોદી અટક વાળા વિરુદ્ધ ટીપ્પણી કરતા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાની નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણીમાં રાહુલ ગાંધીએ લોકસભામાં જણાવ્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? સુરત કોર્ટે તેમને ફર્ધર સ્ટેટમેન્ટ માટે સમન્સ પાઠવી હાજર રહેવાનો આદેશ આપતા ગુરુવારે રાહુલ ગાંધી સુરત આવે તેવી શકયતા છે.

થોડા સમય પહેલાં લોકસભામાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભી ચોરો કા ઉપનામ મોદી ક્યોં હૈ ? એવી ટિપ્પણી કરી હતી. જે પછી આ ટિપ્પણીનો ખૂબ વિરોધ થયો હતો. અને તે પછી તો સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.

જેમાં કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને ગુરૂવારના રોજ હાજર થવાનો હુકમ કર્યો છે. જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી આજે સાંજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં રાહુલ ગાંધી આવશે કે નહીં તેની જાહેરાત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જોકે રાહુલ ગાંધીની સુરત મુલાકાતની શક્યતાને જોતા સુરત કોંગ્રેસમાં મિટિંગનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓને બદનામ કરવા માટે તેમની સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

 

આ પણ વાંચો: Surat: કોરોના ઘટતા હોસ્પિટલમાં સ્ટાફ વધુ અને દર્દી ઓછા જેવી પરિસ્થિતિ, લેવાયો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ

Next Article