પુલવામાની ઘટનાને યાદ કરી 111 ફુટના તિરંગા, શહિદોના ફોટા સાથે ગણપતિ વિસર્જન યાત્રા

|

Sep 12, 2019 | 11:24 AM

ગણેશ વિસર્જન દરમ્યાન અરવલ્લી જિલ્લાના માલપુરમાં ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ જોવા મળી હતી. પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલી સાથે જ રાષ્ટ્રભાવનાના દર્શન કરાવતા સ્વરુપ 111 ફુટ લાંબા રાષ્ટધ્વજ સાથે માલપુર નગરમાં ગણેશ વિસર્જનની શોભા યાત્રા નિકળી હતી.  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more વિરાટ કોહલીના […]

પુલવામાની ઘટનાને યાદ કરી 111 ફુટના તિરંગા, શહિદોના ફોટા સાથે ગણપતિ વિસર્જન યાત્રા

Follow us on

ગણેશ વિસર્જન દરમ્યાન અરવલ્લી જિલ્લાના માલપુરમાં ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ જોવા મળી હતી. પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલી સાથે જ રાષ્ટ્રભાવનાના દર્શન કરાવતા સ્વરુપ 111 ફુટ લાંબા રાષ્ટધ્વજ સાથે માલપુર નગરમાં ગણેશ વિસર્જનની શોભા યાત્રા નિકળી હતી. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
આ પણ વાંચો : ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો
દસ દિવસ સુધી ભગવાન ગણેશજી નો મહોત્સવ ધામધૂમથી  ઉજવ્યા બાદ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે ધર્મભક્તિ ની સાથે સાથે રાષ્ટ્રભક્તિના પણ દર્શન થયા છે.  આવું જ એક ઉદાહરણ માલપુરનગરમાં જોવા મળ્યું હતું.  માલપુર નગરમાં નગર કે રાજા અને ખાડિયા કા રાજા ગણેશ મહોત્સવના વિસર્જન નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં દેશભક્તિ જોવા મળી હતી. શોભાયાત્રા દરમિયાન રાષ્ટ્રનું પ્રતીક એવા 111 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ અને તેની નીચે તાજેતરમાં જ થયેલા પુલવામાં હુમલામાં દેશની રક્ષા કરતા કરતા  શહીદ થયેલ 44 જવાનોના ફોટોના પોસ્ટર્સ લગાવી શ્રદ્ધાંજલિ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. 
 
થીમના આયોજક જીગર પટેલે જણાવ્યુ હતુ કે અહી યાન અને સૈન્ય અને તીરંગાની થીમ પર શોભાયાત્રા યોજવામા આવી હતી.  તેની પાછળ પુલવામા ઘટનામાં શહિદ થયેલા 44 જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે આયોજન કરાયુ હતુ. સાથે જ 111 ફુટ લાંબા તિરંગા સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતું. શોભાયાત્રામાં જોડાયેલા શ્રધ્ધાળુ કામક્ષી કોઠારીએ જણાવ્યુ હતું કે અહી ખુબ સરસ ગણેશ સજાવવામા આવ્યા છે અને રાષ્ટ્રભાવના સાથે યોજાયેલી શોભાયાત્રા ખુબ સરસ છે. 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

માલપુરમાં નિકળેલી અનોખી ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમ્યાન સૌથી આગળ ઈસરો દ્વારા નિદર્શન કરાયેલ ચંદ્રયાન તેમજ દુશ્મનોના દાંત ખાટા કરતી સૈન્ય દ્રારા ઉપયોગમાં લેવાતી તોપની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રાની શરૂઆતમાં ભગવાન ગણપતીના સ્વરૂપ આગળ રાષ્ટ્રગીત ગવડાવવામાં આવ્યુ હતુ અને સલામી આપવામાં આવી હતી.  ત્યારબાદ શોભાયાત્રાની દેશના તિરંગા સાથે શરૂઆત કરવામાં આવી હતી.  માલપુર નગરના ખાડિયા કા રાજા, ગોરવાડ અને અંધારી વાડી તમામ વિસ્તારના ગણપતિની ભારે ભાવ અને ઉત્સાહ પૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોકોએ પણ અનોખી રીતે અને રાષ્ટ્રભાવના સાથે નીકળેલી શોભાયાત્રામાં જોડાઈને ભરપુર માણી હતી. ભગવાન ગણેશની ભક્તિ અને દેશના જવાનોની શક્તિની શૌર્યના દર્શન કરાવતી અનોખી થીમ પર નિકળેલી  શોભાયાત્રા વિસ્તારમાં આકર્ષણનુ કેન્દ્ર બની હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article