અમદાવાદમાં મોતીલાલ ઓસ્વાલના ફાયનાન્સ ક્લબના નામે કરોડોની ઠગાઈ, 6ની ધરપકડ

|

Nov 08, 2024 | 8:04 AM

શેર બજારમાં રોકાણ કરાવી નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જોકે મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બોપલ પોલીસે સમગ્ર કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદમાં મોતીલાલ ઓસ્વાલના ફાયનાન્સ ક્લબના નામે કરોડોની ઠગાઈ, 6ની ધરપકડ
Ahmedabad

Follow us on

શેર બજારમાં રોકાણ કરાવી નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જોકે મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બોપલ પોલીસે સમગ્ર કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે.

ડિઝિટલ યુગમાં સાઇબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા મેહુલ રાવલ નામના વ્યક્તિને વોટ્સઅપ પર એક મેસેજમાં લિન્ક આવી હતી. જેમાં મોતીલાલ ઓસ્વાલના ફાયનાન્સ ક્લબ નામના ગ્રુપમાં એડ કરી શેરબજારમાં ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરવાની ટિપ આપવાની લાલચ આપવામાં આવી હતી. વોટ્સએપ પર રામદેવ અગ્રવાલ અને અનન્યા સ્મિત નામની વ્યક્તિઓ મેહુલ રાવલ સાથે વાત કરતી હતી.શેરમાં વધુ નફો મેળાવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા.

શેરમાં વધુ નફો મેળવવાની લાલચ

ફરિયાદી મેહુલભાઈ રાવલ વિશ્વાસમાં આવી ગ્રુપમાં એડ થયા હતા. ભોગ બનનાર મેહુલભાઈ ગ્રુપમાં એડ થતા જ શેરબજારની ખોટી માહિતીઓ આપી મેહુલભાઈના નામનું મોતીલાલ ઓસ્વાલ ગ્રુપમાં ઓવર ધ કાઉન્ટર સભ્ય તરીકેનું ખોટું સર્ટિફિકેટ બનાવી તેમાં મોતીલાલ ઓસ્વાલ ગ્રુપનો ખોટો સિક્કો પણ મારવામાં આવ્યો હતો. જે બાદ પ્લેસ્ટોર માંથી MO AI Pro નામની એસ્પ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાંથી ટ્રેડિંગ કરવાનું જણાવ્યું હતું. જેમાં મેહુલભાઈના નામનું આઈ.ડી પાસવર્ડ બનાવી શેરબજાર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરવાનું ચાલુ કર્યું હતું.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કઈ રીતે આચરી છેતરપિંડી

ફરિયાદી મેહુલભાઈને શરૂઆતમાં અલગ અલગ રોકાણની સામે વધુ નફો મળતા તેને વિશ્વાસ આવ્યો હતો અને વધુ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે બાદમાં મેહુલભાઈ આઇપીઓ અને શેર માર્કેટમાં એક કરોડથી વધુની રકમ રોકાણ કરી હતી જેની સામે તેને ત્રણ કરોડથી વધુનો નફો મળ્યો હતો.જે નફો મેહુલભાઈના ઉપાડવો હતો જેથી તેણે રામદેવ અગ્રવાલ અને અનન્યા નામની વ્યસક્તિનો સંપર્ક કર્યો હતો.

જોકે નફો ઉપાડવા જમા થયેલી રકમમાંથી વીસ ટકા સર્વિસ ચાર્જ અને અન્ય ટેક્સ ભરવો પડશે તેવું જણાવવામાં આવ્યું હતું અને તેની રકમ અલગથી એકાઉન્ટમાં જમા કરાવવાની પડશે તેમ કહેતા મેહુલભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેણે મોતીલાલ ઓસ્વાલનો મુંબઈ ઓફિસ સંપર્ક કરતા મોતીલાલ ઓસ્વાલ દ્વારા આવી કોઈ એપ્લિકેશન કે ગ્રુપ નહીં ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ મેહુલભાઈ બોપલ પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી.

પોલીસ તપાસમાં શું સામે આવ્યું

મેહુલભાઈની ફરિયાદને આધારે બોપલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મેહુલભાઈના રૂપિયા ટ્રેલર થી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. જે એકાઉન્ટની માહિતીને આધારે પોલીસે ચાર એકાઉન્ટ હોલ્ડર અને બે દલાલની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે એકાઉન્ટ હોલ્ડર સાહિલ ચૌહાણ, ઝુબેર કુરેશી, ગુંજન સરધારા, અને શ્યામાબેન પરમારના એકાઉન્ટમાં મેહુલભાઈના રૂપિયા ટ્રાન્સફર થયા છે.

ચારેય એકાઉન્ટ ધારકોએ ઇલ્યાસ પરમાર અને મોહિલ સુમરાના કહેવાથી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેની કીટ ભાડેથી આપી હતી. એકાઉન્ટ હોલ્ડરો પોતાના એકાઉન્ટમાં જે રકમ જમા થતી હતી તે અન્ય દલાલો ઇલિયાસ અને મોહિલને આપતા હતા અને તેમાંથી અમુક સમાન્ય રકમ એકાઉન્ટ હોલ્ડરોને મળતી હતી.

સાઇબર ફ્રોડના આ કેસમાં અન્ય પણ દલાલો અને એકાઉન્ટ હોલ્ડરો હોવાની પોલીસને આશંકા છે. જેથી પોલીસ તમામ આરોપીઓના બેંક સેટમેન્ટ મંગાવી તેમ ક્યાંથી રૂપિયા જમા થયા છે તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત પ્લેસ્ટોરમાં જે એપ્લિકેશન હતી તેને આરોપીઓએ ડિલીટ કરી નાખી છે જેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ ફરિયાદી મેહુલભાઈ સાથે ખોટા નામથી વાત કરતા અનન્યા અને રામદેવ અગ્રવાલ કોણ છે તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ અને અન્ય ફરાર આરોપીઓ પકડમાં આવ્યા બાદ સમગ્ર કેસના માસ્ટર માઈન્ડનો ખ્યાલ આવશે.

Next Article