ગુજરાતના પ્રવાસે આવશે UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન

|

May 13, 2022 | 9:18 PM

UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન તેમના ભારત પ્રવાસ દરમ્યાન ગુજરાતની મુલાકાતે પણ આવશે. જેમાં તેવો વડોદરાની જેસીબી કંપની મુલાકાત લે તેવી શક્યતા છે.

ગુજરાતના પ્રવાસે આવશે UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન
UK Prime Minister Boris Johnson(File Image)

Follow us on

UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન(Boris Johnson)  તેમના ભારત(India)  પ્રવાસ દરમ્યાન ગુજરાતની(Gujarat)  મુલાકાતે પણ આવશે. જેમાં તેવો વડોદરાની જેસીબી કંપની મુલાકાત લે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન આ મહિનાના અંતમાં ભારત આવશે તેવી માહિતી સત્તાવાર સૂત્રોએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન તેઓ ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર દ્વિપક્ષીય જોડાણને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જોનસન ભારતની મુલાકાત 22 એપ્રિલની આસપાસ થઈ શકે છે. ગયા વર્ષે કોવિડ -19 રોગચાળાને કારણે બ્રિટનના વડાપ્રધાને બે વખત ભારતનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો.

જો કે, ડાઉનિંગ સ્ટ્રીટથી આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ગયા મહિને જોનસન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન આ બેઠક અંગે ચર્ચા થઈ હતી. બ્રિટનના વડા પ્રધાનના પ્રવક્તાએ 22 માર્ચે જણાવ્યું હતું કે, બંને નેતાઓએ મજબૂત અને સમૃદ્ધ ભારત-યુકે સંબંધોને આવકાર્યા હતા અને આગામી મહિનાઓમાં વેપાર, સુરક્ષા અને વ્યાપારી જોડાણને મજબૂત કરવા માટે સંમત થયા હતા. બંને નેતાઓએ વહેલી તકે મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

બંને નેતાઓ ગયા વર્ષે મળ્યા હતા

ગયા અઠવાડિયે, ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું હતું કે જોનસન તેના ભારતીય સમકક્ષ સાથે વાટાઘાટો કરવા માટે ભારતની મુલાકાત લેવા આતુર છે, પરંતુ તેમના પ્રવાસનું શેડ્યૂલ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. બંને નેતાઓ ગત વર્ષે નવેમ્બરમાં ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટ દરમિયાન રૂબરૂ મળ્યા હતા. આ દરમિયાન, તેમની દ્વિપક્ષીય વાટાઘાટો ભારત-યુકે ક્લાઈમેટ પાર્ટનરશિપની સમીક્ષા તેમજ 2030 રોડમેપ પર કેન્દ્રિત હતી. મે 2021 માં વર્ચ્યુઅલ સમિટ દરમિયાન તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

રોડમેપનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય વેપારને ઓછામાં ઓછો બમણો કરવાનો છે. વડા પ્રધાન જોનસને આ વર્ષની શરૂઆતમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોના ઔપચારિક પ્રારંભમાં જણાવ્યું હતું કે, ભારતની વધતી અર્થવ્યવસ્થા સાથેનો વેપાર સોદો બ્રિટિશ વ્યવસાયો, કામદારો અને ઉપભોક્તાઓને ભારે લાભ આપે છે.

આ પણ વાંચો :  Surat : વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ કેળવવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સેનિટરી પેડનું વિતરણ કર્યું

આ પણ વાંચો :  અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 5:35 pm, Thu, 14 April 22

Next Article