વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 85 હજાર કરોડ રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. અમદાવાદમાં PM નરેન્દ્ર મોદી રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યુ છે. સાથે જ 10 નવી વંદે ભારત રેલને વડાપ્રધાન લીલીઝંડી આપી છે. આ સાથે જ વડાપ્રધાને આગામી 5 વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DFCના ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. સાથે જ અહીંથી 10 નવી વંદે ભારત રેલને વડાપ્રધાન લીલીઝંડી આપી. તો મોટી જનસભાને સંબોધન પણ કર્યુ હતુ. તેમણે રેલવેના ઇતિહાસમાં એક સાથે આટલો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય, 100 વર્ષમાં થયેલો આ મોટો કાર્યક્રમ છે. રેલવે વિભાગને આ કાર્યક્રમ માટે અભિનંદન આપુ છું.
#Gujarat | Prime Minister @narendramodi flags off 10 new #VandeBharat trains and other train services, from #Ahmedabad.@AshwiniVaishnaw @RailMinIndia @Bhupendrapbjp #TV9News pic.twitter.com/P8fV9onLDH
— Tv9 Gujarati (@tv9gujarati) March 12, 2024
વડાપ્રધાને કહ્યુ- વિકાસની ગતિને ધીમી નથી થવા દેવા માગતો, આ કાર્યક્રમમાં પેટ્રોલિયમનો કાર્યક્રમ પણ છે.દહેજમાં પેટ્રો કેમિકલ્સના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ થયો છે. આજે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકતા મોર્સનો પણ શિલાન્યાસ થયો છે. જે હસ્ત કળા,લોકલ ફોર વોકલના મિશન અંતર્ગત છે. તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો મજબૂત થતો જોવા મળશે.
વડાપ્રધાને કહ્યુ- મે રેલવેને ભારત સરકારના બજેટમાં નાખી, જેથી ભારત સરકારના નાણાં રેલવેના વિકાસમાં થઇ રહ્યા છે.
10 વર્ષ પહેલા નોર્થ ઇસ્ટના એક રાજ્યની રાજધાની પણ રેલવેથી જોડાયેલી નહોતી, રેલવે અકસ્માત પણ ઘણા થતા હતા, 2014માં માત્ર 35 ટકા રેલવેનું ઇલેક્ટ્રીફીકેશન હતુ, જેના કારણે સામાન્ય પ્રજા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રેલવે રિઝર્વેશન માટે લાંબી લાઇન લાગતી, દલાલી અને કલાલોનું વેઇટિંગ રહેતુ હતુ. રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો. હવે ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર લવાયુ છે.
વંદે ભારત એક્સપ્રેસનો વિસ્તાર 250થી વધુ જિલ્લા સુધી પહોંચી ગયા છે. વંદે ભારત ટ્રેનોના રુટ પણ વધારવામાં આવશે.વંદે ભારત એકસપ્રેસ હવે ચંદીગઢ, પ્રયાગરાજ, મેંગલુરુ સુધી પહોંચશે.
ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અંતર્ગત કાર્ગો ટર્મિનલ બનવાની ગતિ તેજ થઇ છે. ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયની સ્થાપના પણ થઇ છે. દેશના ખુણે ખુણાને રેલવેથી જોડવાના પ્રયત્નમાં લાગ્યા છે. રેલવેને 100 ટકા ઇલેક્ટ્રીફીકેશન કરવા તરફ વધી રહ્યા છે.
Published On - 10:17 am, Tue, 12 March 24