77માં સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત સહિત ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને તટરક્ષક મેડલ કરાયા એનાયત

|

Aug 15, 2023 | 5:49 PM

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને તટરક્ષક મેડલ મંજૂર કર્યા. કુલ 05 મેડલમાંથી, 02 કર્મચારીઓને ગુજરાત રાજ્યમાં તેમની સક્રિય સેવા દરમિયાન પરાક્રમો અને પ્રસંશનીય કામગીરીના ભાગ રૂપે એનાયત કરવામાં આવ્યા છે.

77માં સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત સહિત ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને તટરક્ષક મેડલ કરાયા એનાયત

Follow us on

77મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના જવાનોને તટરક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ 5 મેડલમાંથી, 2 કોસ્ટ ગાર્ડના જવાનોને ગુજરાત રાજ્યમાં તેમની સક્રિય સેવા દરમિયાન પરાક્રમો અને પ્રસંશનીય કામગીરીના ભાગ રૂપે એનાયત કરવામાં આવ્યા છે.

ડીઆઈજી કે. આર દીપક કુમારને ICGમાં તેમની 3 દાયકાની ગુણવત્તાપૂર્ણ આપેલી સેવા ને લઈ તટરક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જે અગાઉના ICG ડિસ્ટ્રિક્ટ કમાન્ડર – 15 (ઉત્તર ગુજરાત) તરીકે ઓપરેશનલ અને વહીવટી ક્ષેત્રોમાં તેમની એકલ સિદ્ધિઓને કારણે છે, જે ઓપરેશનલ રીતે સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે, અને તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે સંવેદનશીલ પણ છે.

કમાન્ડન્ટ (જેજી) અનુરાગ શુક્લાને ICG જહાજના કમાન્ડિંગ ઓફિસર તરીકેના તેમના નેતૃત્વ માટે તટરક્ષક મેડલ (શૌર્ય) થી નવાજવામાં આવ્યા છે. મહત્વનુ છે કે તેમણે પડકારજનક પરિસ્થિતિઓમાં માદક દ્રવ્ય વિરોધમાં ચલાવવામાં આવેલું ઓપરેશન માં સફળતાને લઈ આપવામાં આવ્યું છે. આ દરમ્યાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા. ATS એ ગુજરાત સાથેની આ સંયુક્ત કામગીરીને કારણે પાકિસ્તાની બોટ અને ગુનેગારોને હથિયારો સાથે મળીને પકડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ પણ વાંચો : 77th Independence Day : પાકિસ્તાનીઓએ ગયું “દિલ દિયા હૈ, જાં ભી દેંગે, ઐ વતન તેરે લિયે” ગીત, જુઓ Video

વધુમાં, જણાવ્યા અનુસાર IPS, SSP ATS (ગુજરાત) ને ડાયરેક્ટર જનરલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતની બહારના દરિયાઈ ઝોનમાં ICG સાથે પ્રીમિયર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત કામગીરીમાં તેમની મહત્વની ભૂમિકા માટે પ્રશંસા કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article