PGP 2024 : પરમાત્માનંદ સ્વામીએ સોશિયલ મીડિયા વિશે વાત કરી, કહ્યું કે, ગુજરાતની કુટુંબ ભાવના વિશ્વને આપવાની જરુર છે

|

Feb 10, 2024 | 12:11 PM

અમદાવાદમાં યોજાયેલા પ્રવાસી ગુજરાત પર્વ 2024માં હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વિનર પરમાત્માનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતની કુટુંબ ભાવનાના વખાણ કર્યા હતા તેમજ ટેકનોલોજી વિશે પણ વાત કરી હતી.

PGP 2024 : પરમાત્માનંદ સ્વામીએ સોશિયલ મીડિયા વિશે વાત કરી, કહ્યું કે, ગુજરાતની કુટુંબ ભાવના વિશ્વને આપવાની જરુર છે
Paramatmananda Swami speech in PGP 2024

Follow us on

આજે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાયેલા આ પ્રસંગે હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વિનર પરમાત્માનંદ સ્વામીએ હાજરી આપી હતી. તેઓએ દીપ પ્રાગટ્યમાં ભાગ લીધો હતો અને સભાને સંબોધી હતી. તેમણે નમસ્તેથી તેમની સ્પીચથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતની સમસ્યાનો ઉકેલ ગુજરાતમાંથી નીકળ્યો છે. ગુજરાતીઓએ પોતાનું કલ્ચર જાળવી રાખ્યું છે. ગુજરાતીઓ વિશ્વના કોઈપણ ખુણે, સુખ અને શાંતી આપશે.

સ્પર્ધા નથી પણ યુદ્ધ જ છે : સ્વામી

સ્વામીજએ પોતાની સ્પીચમાં કહ્યું કે, ગુજરાતે અનાદી કાળથી દેશની અને વિશ્વની સાંપ્રત સમસ્યા માટે ઉકેલ આપ્યો છે. તેમણે ગાંધીજી અને અમિત શાહ તેમજ વડાપ્રધાન મોદી વિશે પણ વાત કરી હતી. ટેકનોલોજી વિશે પણ વાત કરી હતી. કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝના વિકાસ વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, બે વસ્તુઓ નોંધવા જેવી છે કે અંતરો કિલોમીટર અને માઈલમાં નથી મપાતા, અંતરો સમયમાં મપાય છે. દૂનિયા નાની બનતી જાય છે, પણ આત્મીતાના ભાવથી નહીં પણ સ્પર્ધાના ભાવથી. આ સ્પર્ધા નથી પણ યુદ્ધ જ છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

સ્વામીએ કહ્યું કે,……

  • સરકારની એમ્બેસી ભલે દેશમાં હોય પણ ગુજરાતીઓ દેશના સારા રાજદૂત બન્યા છે.
  • સરકાર ઈકોનોમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી શકશે, પણ આપણે જીવનમાં શાંતિ અને ખુશી લાવીશું.
  • ભારતે ગરીબ દેશોને કોવિડ રસી આપીને સબકા સાથ સબકા વિકાસ મંત્રને સાર્થક બનાવ્યો છે
  • આયના અને TV9 ગુજરાતીની આ પ્રથમ કનેક્ટિવિટી વિશ્વમાં સફળતા લાવશે.

 

Next Article