Pradosh Vrat January 2021: આ દિવસે છે વર્ષનું પ્રથમ પ્રદોષ વ્રત,જાણો તેની પૂજા વિધિ,શુભ મુહૂર્ત

|

Jan 08, 2021 | 4:12 PM

પ્રદોષ વ્રત ભગવાન શિવ માટે રાખવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને બે વાર રાખવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, દર મહિનામાં બે વખત આ વ્રત રાખવામાં આવે છે.

Pradosh Vrat January 2021: આ દિવસે છે વર્ષનું પ્રથમ પ્રદોષ વ્રત,જાણો તેની પૂજા વિધિ,શુભ મુહૂર્ત
Pradosh Vrat March 2021

Follow us on

આ વર્ષનું પ્રથમ Pradosh Vrat આવી રહ્યું છે. આ વ્રત ભગવાન શિવ માટે રાખવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને બે વાર રાખવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, આ વ્રત મહીનામાં બે વખત રાખવામાં આવે છે. માન્યતા છે , કે પ્રદોષ કાળમાં ભગવાન શંકર કૈલાશ પર્વર્ત પર નૃત્ય કરે છે ,અને દેવતાગણ તેમના ગુણગાન ગાય છે. કહેવાય છે ,કે પ્રદોષવ્રત કરવાથી અને  શંકરના ગુણગાન ગાવાથી ભક્તોના તમામ દુખ દૂર થાય છે.

પ્રદોષ વ્રતનું મુહૂર્ત 
પૌષ, કૃષ્ણપક્ષ ત્રીજ,
આરંભ- 16:52, 10 જાન્યુઆરી
સમાપ્ત- 14:32, 11 જાન્યુઆરી

શું છે પ્રદોષ વ્રતનું મહત્વ?
શાસ્ત્રોના પ્રમાણે પ્રદોશ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શિવ પુરાણ અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે છે. માન્યતા છે,કે પ્રદોષવ્રત સૌથી પેહલા ચંદ્રદેવએ કર્યું હતું.માનવામાં આવે છે,શ્રાપના કારણે ચંદ્રદેવને ક્ષય રોગ થાય ગયો હતો. પૌરાણિક માન્યતાઓના પ્રમાણે પ્રદોષ વ્રત રાખવાથી  ભક્તો પર હમેશા ભગવાન શિવની કૃપા બની રહી છે.આ સિવાય વ્રત કરનારના તમામ દુખ અને દરિદ્રતા દૂર થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

pradosh vrat pooja 

પ્રદોષ વ્રતની પૂજા વિધિ :
1. પ્રદોષ વ્રત કરવા માટે સૌથી પેહલા સવારે વેહલા જાગીને સ્નાન કરી લેવું.
2. ત્યારબાદ ભગવાન શિવને જળનો અભિષેક કરીને શિવ મંત્રોનો જાપ કરવો.
3. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવને શમી, બિલી-પત્ર, કરેણ , ચોખા, ધૂપ-દીપ, ફળ, દાન અને સોપારી વગેરે અર્પણ કરવું.
4. ત્યારબાદ શિવ મંત્રનો જાપ કરવો.

ભગવાન શિવનો મંત્ર :
ૐ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર:।

 

 

 

 

 

Next Article