Pradosh Vrat 2021: આવતા બુધવારે છે પ્રદોષ વ્રત, જાણો બુધ પ્રદોષ વ્રતની કથા અને વ્રત નિયમ

|

Feb 17, 2021 | 3:31 PM

આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવાં આવે તો જાતકની દરેક માનો કામનાઓ પૂર્ણ થાય છે તેમજ તેમના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની વાસ થાય છે.

Pradosh Vrat 2021: આવતા બુધવારે છે પ્રદોષ વ્રત, જાણો બુધ પ્રદોષ વ્રતની કથા અને વ્રત નિયમ
Bhaum Pradosh Vrat 2021

Follow us on

Pradosh Vrat 2021 : ફેબ્રુઆરી મહિનાનું બીજું પ્રદોષ વ્રત 24 ફેબ્રુઆરીએ (બુધવારે)છે. બુધવારે આવતા પ્રદોષ વ્રતને બુધ પ્રદોષ વ્રત કહેવામાં  આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં  આવે તો જાતકની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ તેમના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

પ્રદોષ વ્રત શુભ મુહૂર્ત
24 ફેબ્રુઆરી 2021 બુધવાર
મહા શુક્લ તેરસ પ્રારંભ: 24 ફેબ્રુઆરી સાંજે 06:05થી
સમાપ્ત : 25 ફેબ્રુઆરી સાંજે 05:18 સુધી

પ્રદોષ વ્રતના નિયમો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

1 પ્રદોષ વ્રત કરવા માટે વ્રતી તેરસની સવારે વહેલું જાગી જવું જોઈએ
2 સ્નાન કાર્ય પૂર્ણ કરીને ભગવાન શિવ ધ્યાન કરવા બેસી જાવું જોઈએ.
3 આ વ્રતમાં ભોજન ગ્રહણ ન કરવું જોઈએ.
4 ગુસઊ તેમજ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું જોઈએ
5 પ્રદોષ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ
6 આ દિવસે સૂર્યાસ્તના એક કલાક પહેલા સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ
7 પ્રદોષ વ્રતની પૂજામાં દર્ભના આસનનો ઉપયોગ કરવો જોઈએ

બુધ પ્રદોષ વ્રત કથા

બુધ પ્રદોષ વ્રત અનુસાર, એક પુરુષના નવા નવા લગ્ન થાય હતા. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ- સાસરે તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે “આજે બુધવાર છે, અને બુધવારે દીકરીને ઘરેથી વિદાઇ માટે અત્યંત અશુભ મનાય છે.” પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખુબજ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટા માંથી  પાણી પીતી-પીતી એક પુરુષ સાથે હસી-હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો.
જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી. અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી.પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે,” ભગવાન મારી રક્ષા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ કે મે મારા સાસુ-સસરાની વાત માની નહીં. અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો. અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદ્રશ્ય થઈ ગયો . ત્યાર બાદ દંપતી પોતાને ઘરે પોહચી ગયા અને ત્યાર પછીથી  નિયમિત રીતે પતિ-પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા

 

Published On - 3:30 pm, Wed, 17 February 21

Next Article