ટ્રાફિકના નવા નિયમ બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારના માલિકને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

|

Nov 29, 2019 | 5:26 PM

નવા મોટર વ્હીકલ એક્ટ અને નવા ટ્રાફિક દંડ બાદ ભારતમાં સૌથી વધુ દંડની રકમ સાથેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે બે કરોડની કિંમત લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી હતી. જેના માલિકને 9 લાખ 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પણ વાંચોઃ FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ […]

ટ્રાફિકના નવા નિયમ બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારના માલિકને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Follow us on

નવા મોટર વ્હીકલ એક્ટ અને નવા ટ્રાફિક દંડ બાદ ભારતમાં સૌથી વધુ દંડની રકમ સાથેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે બે કરોડની કિંમત લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી હતી. જેના માલિકને 9 લાખ 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચોઃ FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શહેરમાં ટ્રાફિક પોલીસે લકઝુરીયસ કાર પર તવાઇ બોલાવી છે. ટ્રાફિક પાલન ન કરનારા માલિકોની લક્ઝુરિયસ કાર એક પછી એક ડિટેઇન કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઇવમાં લક્ઝુરિયસ કાર પોર્શ 911 મોડલની કારની કિંમત 2.18 કરોડ છે. 27 નવેમ્બરે જરૂરી કાગળ અને નંબર પ્લેટ ન હોવાથી આ કાર ટ્રાફિક પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પરથી ડિટેઈન કરાઈ હતી અને આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો. જે આશરે 9.80 લાખનો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, કારના કાગળ વેલીડ નથી. તેમજ કારની આગળ પાછળ નંબર પ્લેટ નથી. આ કલમ લગાવીને દંડ વસૂલ કર્યો હતો.અને આ કાર ચાલકને અત્યાર સુધીનો ભારતમાં સૌથી વધુ દંડ ફટકાર્યો હોવાનો પ્રથમ કિસ્સો હશે.

ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ ડ્રાઇવ આયોજન કરી ટ્રાફિક પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં ટ્રાફિક પાલન ન કરનાર લક્ઝુરિયસ કારના માલિક સામે લાલઆંખ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનામાં 10થી વધુ લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી આરટીઓ મેમો આપવામાં આવ્યા છે. જેમાં સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે. જો કે ટ્રાફિક પોલીસે અગાઉ મર્સિડીઝ, રેંજ રોવર તેમજ ફોર્ચ્યુનર જેવી મોંઘી અને વૈભવી કારને ડિટેઈન કરી હતી. પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વિટર તેમજ ફેસબુક પર એકાઉન્ટ પર આપી હતી.

Next Article