Porbandar: પાકિસ્તાનની બદલો લેવાની શક્યતાને પગલે એલર્ટ, સુરક્ષા એજન્સીઓએ માછીમારોને આપી આ સલાહ

|

Sep 27, 2021 | 8:20 PM

Porbandar: તાજેતરમાં ભારતે પાકિસ્તાનના 12 માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. આ બાબતને લઈને ભારતની સુરક્ષા એજન્સીએ પોરબંદરના માછીમારોને સલાહ આપી છે.

પોરબંદરના માછીમારોને આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા ન ઓળંગવાની સૂચના આપવામાં આવી. સુરક્ષા એજન્સીએ દરિયા કિનારાના  માછીમારોને સાવચેત કર્યા હતા. અને આંતરરાષ્ટ્રીય સીમા ના ઓળંગવા માટે સાલાહ આપવામાં આવી છે. માહતી પ્રમાણે પાકિસ્તાનની બદલો લેવાની શક્યતાને પગલે સુરક્ષા એજન્સીઓએ માછીમારોને એલર્ટ કર્યા છે.

પોરબંદરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પણ માછીમારોને સીમા ન ઓળંગવા સાવચેત કર્યા છે. ઉલ્લેખનીય છે કે તારેતરમાં જ ભારતે પાકિસ્તાનના 12 માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બર 2021 ની રાત્રે, ભારતીય તટરક્ષક જહાજ રાજરતને સર્વેલન્સ મિશન દરમિયાન 12 ક્રૂ સાથે ભારતીય જળસીમામાં ‘અલ્લાહ પાવકલ ‘નામની પાકિસ્તાની બોટ પકડી હતી. કમાન્ડન્ટ (JG) ગૌરવ શર્માના આદેશ હેઠળ ICG શિપને પડકારવામાં હતી અને જહાજની બોર્ડિંગ પાર્ટીને ખરાબ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં બોટમાં ચડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બાદમાં યોગ્ય એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં પાકિસ્તાન બદલો લે તેવી સંભાવના છે. તેને લઈને માછીમારોને સલાહ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: Botad: ગેસના બાટલામાં આગ લાગ્યાના દ્રશ્યો આવ્યા સામે, મકાન માલિકની સૂઝબૂઝથી દુર્ઘટના ટળી

Next Video