PORBANDAR : ભારતીય તટરક્ષક દળે આગ લાગેલી હોડીમાંથી 7 માછીમારોને બચાવ્યા

|

Nov 07, 2021 | 6:47 PM

ICGS આરુષ કમાન્ડન્ટ (JG) અશ્વિની કુમારના કમાન્ડ હેઠળ મહત્તમ ઝડપે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

PORBANDAR : ભારતીય તટરક્ષક દળે આગ લાગેલી હોડીમાંથી 7 માછીમારોને બચાવ્યા
The Indian Coast Guard rescued seven fishermen from the burning boat

Follow us on

ભારતીય તટરક્ષક દળનું જહાજ (ICGS) આરુષ 07 નવેમ્બર 2021ના રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીકમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી હોડી ‘કળશ રાજ’માં ફસાયેલા 7 માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ હોડીમાં એન્જિનમાંથી ઇંધણ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

ICGS આરુષ કમાન્ડન્ટ (JG) અશ્વિની કુમારના કમાન્ડ હેઠળ મહત્તમ ઝડપે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હોડીમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેને બચાવી શકાઇ નહોતી અને છેવટે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બચાવી લેવામાં આવેલા ક્રૂને જ્યારે જહાજમાં બોર્ડ પર લાવવામાં આવ્યા ત્યારે અશક્ત અવસ્થામાં હતા અને દેખીતી રીતે થાકેલા હતા. તેમને ICG જહાજ પર પ્રાથમિક સારવાર અને પ્રારંભિક સહાય પૂરી પાડવામાં આવી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ICG જહાજ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હોવાથી બચાવી લેવામાં આવેલા માછીમારોને નજીકમાં કામ કરી રહેલી અન્ય માછીમારી હોડીમાં મોકલીને ઓખા રવાના કરવામાં આવ્યા હતા. આ હોડી PM 07 /AM 08 નવેમ્બર 2021 એ ઓખા પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Published On - 6:47 pm, Sun, 7 November 21

Next Article