Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે

|

Apr 06, 2022 | 7:58 PM

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ.

Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે
Porbandar madhavpur ghed Fair (File Image)

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mahotsav) ઉજવણી અંતર્ગત  ગુજરાતના પોરબંદર(Porbandar) ખાતે માધવપુર ઘેડના મેળાનો આગામી 10 મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath Kovind) ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજય સરકાર દ્વારા 10 થી 14 એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જોડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરાશે.

સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળો

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતુ. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.

માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો : યુવરાજસિંહની ધરપકડ મુદ્દે AAP આકરા પાણીએ, પરીક્ષામાં સરકારની ગેરરીતિઓ બહાર ન આવે તે માટે ધરપકડ કરાયાનો આક્ષેપ

આ પણ વાંચો : જામનગરઃ વિવિધ વેરાની રકમ ઉપર 75% લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:53 pm, Wed, 6 April 22

Next Article