Porbandar: વિશ્વસ્તરે મળતી માછીમારોને સબસીડી બંધ કરવા હિલચાલ, સબસીડી બંધ કરવા સામે માછીમારોનો વિરોધ

|

Jun 26, 2022 | 6:09 PM

વિશ્વસ્તરે માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ સામે ભારત સરકારે વિરોધ કર્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે WTO દ્વારા વિશ્વસ્તરે માછીમારોને સબસીડી આપવામાં આવે છે.

Porbandar: વિશ્વસ્તરે મળતી માછીમારોને સબસીડી બંધ કરવા હિલચાલ, સબસીડી બંધ કરવા સામે માછીમારોનો વિરોધ
Porbandar

Follow us on

વિશ્વસ્તરે માછીમારોને (Fishermen) મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ સામે ભારત સરકારે વિરોધ કર્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે WTO (World Trade Organization) દ્વારા વિશ્વસ્તરે માછીમારોને સબસીડી આપવામાં આવે છે. તાજેતરમાં જીનિવામાં મળેલી બેઠકમાં માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ થતા ભારત સરકારે અને ભારતના માછીમારોએ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કર્યો હતો. જો સબસીડી બંધ થાય તો માછીમારોને અનેક યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય. તેમજ માછીમારોને બહું મોટો આર્થિક ફટકો પડવાની પણ પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

જીનિવામાં મળેલી બેઠકમાં ભારત સરકારે જણાવ્યું હતું કે, ભારતના માછીમારો દેશી પદ્ધતિથી માછીમારી કરે છે. બેઠકમાં ભારત સરકારની દલીલોને ધ્યાન પર લઈ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જોકે આધુનિક પદ્ધતિથી ફિશિંગ કરતા દેશોમાં માછીમારોની સબસીડી બંધ કરવામાં ઠરાવ થયો હતો. ભારત સરકાર દ્વારા માછીમારોનો પક્ષ રાખવા બદલ વડાપ્રધાન મોદી, મત્સ્યોદ્યોગ પ્રધાન પુરષોતમ રૂપાલાનો માછીમારોએ આભાર વ્યક્ત કર્યો છે.

4500 કરોડના ડ્રગ્સનો મામલે આરોપીના જામીન થયા નામંજુર

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડ ડ્રગ્સના મુખ્ય આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા હેનરી બોટ સાથે 4500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ સામે પોરબંદર કોર્ટમાં કેસ ચાલે છે. કેસના મુખ્ય આરોપી વિશાલ જીતેન્દ્ર યાદવે પોરબંદર કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. આજે પોરબંદર કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને દેશના યુવાધનને બરબાદ કરવા બાબતની દલીલો ધ્યાને રાખી જામીન નામંજૂર કર્યા હતા.

Next Article