Porbandar: સમુદ્રી સીમા બનશે વધુ મજબૂત, પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર MK-III હેલિકોટપરનો થયો વધારો

|

Jun 28, 2022 | 1:28 PM

ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં વધારો થયો છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર હેલિકોટપરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમુદ્રી સીમા વધુ મજબૂત બનશે.

Porbandar: સમુદ્રી સીમા બનશે વધુ મજબૂત, પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર MK-III હેલિકોટપરનો થયો વધારો

Follow us on

Porbandar: ગુજરાત કોસ્ટગાર્ડની શક્તિમાં વધારો થયો છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં આજે વધુ ચાર હેલિકોટપરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમુદ્રી સીમા વધુ મજબૂત બનશે. રાજ્યની સમુદ્રી સીમાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા એક સાથે ચાર સકોર્ડનનું આજે કમિશનિંગ કરવામાં આવ્યું હતું.

ભારતી કોસ્ટગાર્ડમાં કુલ 13 ALH MK-III helicopterનો ઉમેરો કરાયો હતો જેમાંથી 4 હેલિકોપ્ટરનો પોરબંદર કોસ્ટગાર્ડને આપવામાં આવ્યા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડી.જી.વી.એસ પઠાણીયાએ આજે કોસ્ટગાર્ડ એર એંકલીવ ખાતે કમિશનિંગ કર્યું હતું. મહત્વનું છે કે, સમાવિષ્ટ સકોર્ડન રેસ્ક્યુ, કોસ્ટલ સિક્યુરિટી, મેરિટાઇમ સર્વેલન્સ, એન્ટી સ્મગલિંગ, પોલ્યુશન કન્ટ્રોલ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતની મહત્વની કામગીરીમાં ફરજ બજાવશે. સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ આ સકોર્ડનથી મહત્વની કામગીરી પર નઝર રાખશે.

સબસીડી બંધ કરવા સામે માછીમારોનો વિરોધ

વિશ્વસ્તરે માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ સામે ભારત સરકારે વિરોધ કર્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે WTO દ્વારા વિશ્વસ્તરે માછીમારોને સબસીડી આપવામાં આવે છે. તાજેતરમાં જીનિવામાં મળેલી બેઠકમાં માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ થતા ભારત સરકારે અને ભારતના માછીમારોએ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કર્યો હતો. જો સબસીડી બંધ થાય તો માછીમારોને અનેક યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય. તેમજ માછીમારોને બહું મોટો આર્થિક ફટકો પડવાની પણ પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

જીનિવામાં મળેલી બેઠકમાં ભારત સરકારે જણાવ્યું હતું કે, ભારતના માછીમારો દેશી પદ્ધતિથી માછીમારી કરે છે. બેઠકમાં ભારત સરકારની દલીલોને ધ્યાન પર લઈ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જોકે આધુનિક પદ્ધતિથી ફિશિંગ કરતા દેશોમાં માછીમારોની સબસીડી બંધ કરવામાં ઠરાવ થયો હતો. ભારત સરકાર દ્વારા માછીમારોનો પક્ષ રાખવા બદલ વડાપ્રધાન મોદી, મત્સ્યોદ્યોગ પ્રધાન પુરષોતમ રૂપાલાનો માછીમારોએ આભાર વ્યક્ત કર્યો છે.

(With inputs From Hitesh Thakral)

Published On - 12:19 pm, Tue, 28 June 22

Next Article