Porbanadar: ભાવિકોએ મંદિરમાં પૂજા કરી, ઠંડો નૈવેદ્ય ચઢાવીને કરી મોટી સાતમની ઉજવણી

|

Aug 18, 2022 | 5:36 PM

જે  લોકો  શહેર બહારથી  ખાસ આ તહેવાર (Festival) ઉજવવા આવ્યા છે તેવા શહેરીજનો પણ  દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં સાતમ આઠમના તહેવારને લઈને રોનક જોવા મળી રહી હતી. તેમજ દરિયા કિનારે  પણ લોકો ફરવા આવતા હોવાથી  મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

Porbanadar: ભાવિકોએ મંદિરમાં પૂજા કરી, ઠંડો નૈવેદ્ય ચઢાવીને કરી મોટી સાતમની ઉજવણી
પોરબંદરમાં મહિલાઓએ શીતળા માતાની પૂજા કરી ઠંડો નૈવેદ્ય ચઢાવ્યો

Follow us on

સમગ્ર સૌરાષ્ટ્રમાં (Saurashtra) સાતમ આઠમના (Satam-atham Festival) તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે પોરબંદરમાં  (Porbandar) પણ મોટી સાતમની ઉજવણી આસ્થાપૂર્વક કરવામાં આવી હતી. પોરબંદર શીતળા માતાના મંદિરે સવારથી મહિલા તેમજ પુરૂષ ભાવિકો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા હતા અને આસ્થા આસ્થા પૂર્વક માતાજી  પૂજા અર્ચના કરી હતી.  જે  લોકો  શહેર બહારથી  ખાસ આ તહેવાર (Festival) ઉજવવા આવ્યા છે તેવા શહેરીજનો પણ  દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં સાતમ આઠમના તહેવારને લઈને રોનક જોવા મળી રહી હતી. તેમજ દરિયા કિનારે  પણ લોકો ફરવા આવતા હોવાથી  મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

શ્રાવણ માસની મોટી સાતમની ધામધૂમથી ઉજવણી

પોરબંદરમાં ભાવિક મહિલાઓએ કરી શીતળા સાતમની પૂજા

આજે શ્રવણ માસની સૌથી મોટી શીતળા સાતમ છે આજના દિવસે શીતળા માતાજીના નૈવેધ ધરવામાં આવે છે શહેરના શીતળા માતાજી મંદિરે વહેલી સવારે 4 વાગ્યાથી ભક્તો માતાજીના દર્શન માટે કતાર મા જોવા મળ્યા હતા. માતાજીને શ્રીફળ.કુલેર અને આંખોના નેણ નૈવેદ્ય ચડાવી માતાજીની પીઠ પર દૂધથી ઠંડક કરવાની  પારંપરિક પૂજામાં ભાવિકો સામેલ થયા હતા.  હતા. હજારો મહિલાઓ અને પુરૂષો દર્શન કરવા અને નૈવેધ માટે કતારમાં જોવા મળ્યા હતા.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 ભાવનગરમાં સાતમના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

તો ભાવનગર  શહેરમાં  બે વર્ષ બાદ શીતળા સાતમનો મેળો યોજાયો  હતો. ઘોઘા રોડ પર આવેલા શીતળા માતાના મંદિરે દર વર્ષે સાતમના મેળાનું આયોજન કરવામાં આવે છે. આજ ના મેળામાં ભાવનગર શહેર અને આજુબાજુના ગામમાં માથી લોકો મેળાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Next Article