Porbandar: શહેરમાં કેસર અને રત્નાગીરી કેરીની આવક થઈ શરૂ, કેરીના ભાવમાં થઈ શકે ઘટાડો
ઉનાળામાં ખૂબ જરુરી એવા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં વધુ આવક થતાં કેરીના ભાવ ઘટે તેવું લાગી રહ્યું છે.
પોરબંદરની બજારમાં (Mango In Porbandar) અને આસપાસના તાલુકાઓમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હવે કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં વધુ આવક થતાં કેરીના ભાવ ઘટે તેવું લાગી રહ્યું છે. પોરબંદરમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં કેરીની આવક થતી જોવા મળે છે. પણ ગયા વર્ષે આવેલા વાવાઝોડાને કારણે આ વર્ષે કેરીની આવક ઓછી જોવા મળી રહી છે. તેના કારણે પોરબંદરમાં કેરીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.
મહત્વનું છે કે, હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના, રત્નાગીરી કેરીના બોક્સની આવક સાથે જ બરડાના પંથકની કેરીની આવક જોવા મળી રહી છે. હાલ તેનો ભાવ 1000 થી 2000 જેટલો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કેરીની આવક વધવાના એંધાણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીઝનની શરુઆતમાં બરડા પંથકની રસદાર કેરીનો 10 કિલોનો ભાવ 1800 થી 2000 જેવો હતો જ્યારે તાલાળાની કેરીનો ભાવ 1300 થી 1500 જેવો જોવા મળી રહ્યો હતો. ફ્રુટના વેપેરીના જણાવ્યા અનુસાર આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે ભાવ વધુ પડતો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનની કરી સમીક્ષા
ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે યોજવામાં આવેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર સાથે સહયોગમાં ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.