Gujarat Weather: અમરેલી ,દાહોદ, ભરૂચમાં ફરીથી થશે મેઘરાજા મહેરબાન, જાણો તમારા શહેરમાં કેવો રહેશે હવામાનનો મિજાજ

|

Sep 03, 2022 | 6:45 AM

જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ ( Cloudy weather ) સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે અને તે દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે ત્યારે હવામાન વિભાગની  (IMD) આગાહી છે કે રાજ્યમાં, અમદાવાદ, અમરેલી ભરૂચ, દાહોદ, ડાંગ, નવસારી, વડોદરા અને વાપીમાં વરસાદ પડી શક છે.

Gujarat Weather: અમરેલી ,દાહોદ, ભરૂચમાં ફરીથી થશે મેઘરાજા મહેરબાન, જાણો તમારા શહેરમાં કેવો રહેશે હવામાનનો મિજાજ
Heavy rain in panchmahal

Follow us on

ભાદરવા મહિનાના પ્રારંભ સાથે રાજ્યમાં બફારાનું (Humidity) પ્રમાણ વધ્યું છે સરેરાશ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ ( Cloudy weather ) સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે અને તે દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે ત્યારે હવામાન વિભાગની  (IMD) આગાહી છે કે રાજ્યમાં, અમદાવાદ, અમરેલી ભરૂચ, દાહોદ, ડાંગ, નવસારી, વડોદરા અને વાપીમાં વરસાદ પડી શક છે.

અમરેલી અને આણંદમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાની શકયતા

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 72 ટકા ભેજ સાથે વાદળછાયા વાતાવણમાં અતિશય બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે આણંદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો 76ટકા હ્યમુડિટી સાથે બફારો અનુભવાશે તેમજ વરસાદ પણ પડી શકે છે. જ્યારે અરવલ્લીમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો 82 ટકા બફારા સાથે વરસાદની બિલકુલ શક્યતા નથી.

બનાસકાંઠાવાસીઓને વરસાદથી રાહત

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 79 ટકા જેટલું રહેશો. તો ભરૂચમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 76 ટકા રહેશે અને વરસાદ પણ પડી શકે છે. તો ભાવનગરમાં તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અને વરસાદી ઝાપટા પડવાની શકયતા 50 ટકા જેટલી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

છોટા ઉદેપુર અને બોટાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાનુ અનુમાન

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં (Chota Udepur) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ અહીં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદમાં પણ 81 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

દેવભૂમિ દ્વારકામાં બફારો અકળાવશે

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે.અને વરસાદની શકયતા ન હોવાથી વાતાવરણ અકળાવનારું બની શકે છે. જ્યારે ગાંધીનગરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે અહીં વરસાદની આંશિક શકયતા છે. ગીર સોમનાથમાં મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ 83 ટકા ભેજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે તો જામનગરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ બફારા સાથે ગરમીનો અનુભવ થશે. તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. અને વરસાદ પડવાની શકયતા 40 ટકા જેટલી છે.

મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

કચ્છમાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો ખેડામાં મહતમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે. મહેસાણામાં મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મહિસાગરમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શક્યતા નથી. તો મોરબીમાં મહતમ તાપમાન 35 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા નથી.

નર્મદા , નવસારી અને પંચમહાલમાં મેઘરાજા થશે મહેરબાન

નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો નવસારીમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ પડી શકે છે. જ્યારે ભેજનું પ્રમાણ 79 ટકા રહેતા બફારો અનુભવાશે.

પોરબંદર અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં બફારો અકળાવી શકે છે. વડોદરા અને વલસાડ અને તાપીમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

 

Next Article