Porbandar નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહ દ્વારા ગાયોના મારણ મુદ્દે ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત

|

Jan 04, 2023 | 9:48 PM

પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં વનરાજ સિંહે ઘુસી 6 ગાયોનું મારણ કરતા ગૌ-પ્રેમી આક્રમક મૂડ માં આવી ગયા હતા અને પાલિકા કચેરીમાં ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી અને ઘરના પર 50 જેટલા લોકો ચીફ ઓફિસરની કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા.

Porbandar નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહ દ્વારા ગાયોના મારણ મુદ્દે ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત
Porbandar Palika Rajuvat

Follow us on

પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં  સિંહે ઘુસી 6 ગાયોનું મારણ કરતા ગૌ-પ્રેમી આક્રમક મૂડમાં આવી ગયા હતા અને પાલિકા કચેરીમાં ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી અને ઘરના પર 50 જેટલા લોકો ચીફ ઓફિસરની કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા.છેલ્લા થોડા દિવસથી પાલિકા સંચાલિત ગૌશાળામાં દીપડો અને સાવજ ઘુસી અવાર નવાર મારણ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે .ગઈકાલે પાલિકા ગૌશાળા માં સિંહે 6 ગાયોનો શિકાર કરી સિંહ નાસી ગયો હતો એ પગલે આજે શહેરના જાગૃત નાગરિકો અને ગૌ પ્રેમીઓ એ આજર પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ધરણાં કરી અને ઉગ્ર રજુઆત કરી હતી.

વૈકલ્પિક જગ્યા પર ફેરવી અને ઘટનાને અટકાવવાની પણ માંગ

જેમાં પાલિકા ચીફ ઓફિસરને ફેન્સીગ કરવા અને દીવાલ ઉંચી કરવાની માંગ બાબતે ચર્ચા કરી હતી આજે તમામ લોકોએ પાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં નીચે બેસી વિરોધ નોંધાવેલ હતો.મહિલાઓ અને પુરુષો રજુઆતમાં જોડાયા હતા ગૌમાતાના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.આગેવાનોએ તાત્કાલિક ધોરણે ગૌશાલા વૈકલ્પિક જગ્યા પર ફેરવી અને ઘટનાને અટકાવવાની પણ માંગ કરી હતી.જો આજે પરિણામ ના આવે ત્યાં સુધી પાલિકા કચેરી ના છોડવા હઠ પકડી હતી જોકે પાલિકાએ પણ સમય આપવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય માંગ્યો હતો

ગાયોને બચાવવા અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાબતે ચર્ચા

હાલ પાલિકા ગૌશાળામાં જીવિત અને બચી ગયેલી 80 થી વધુ ગાયોને બચાવવા અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાબતે ચર્ચા ચાલી રહી છે અને હાલ જે ગૌશાળા આસપાસ ઇલેક્ટ્રિક લાઈટો ફિટ કરવામાં આવી રહી છે અને અન્યથા શહેરની મધ્યમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે તમામ ગાયોને સ્થળાંતર કરવા વહીવટી તંત્ર વિચારણા કરી રહ્યા છે.જો કે હાલ તો તંત્ર અને પાલિકા વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રતનપર ગામે મધરાતે સિંહની લટાર મારતો જોવા મળ્યો હતો

આ ઉપરાંત પોરબંદરના રતનપર ગામે મધરાતે સિંહની લટાર મારતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી માં કેદ થયા છે. જેમાં
સિંહે રેઢિયાળ પશુનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ છેલ્લા ત્રણ દિવસથી સિંહે પોરબંદરના ઓડદર અને રતનપર ગામે મુકામ કર્યો છે. જેમાં બે દિવસ પહેલા પાલિકા સંચાલિત ગૌશાળા માં 6 ગાયોનું મારણ કર્યું હતું. તેમજ ગૌશાળામા ગાયોના મારણ બાદ ફરી સિંહે આજે દેખા દેતા સ્થાનિકોમા ડરનો માહોલ છે.

(With Input, Hitesh Thakarar, Porbandar) 

Next Article