Porbandar : પોતાનો ધંધો બંધ કરી મહેકાવી માનવતાની મહેર, રાત દિવસ કરે છે દર્દીઓની સેવા

|

May 09, 2021 | 6:34 PM

નાથા ઓડેદરા દર્દીઓની રાત દિવસ સેવા કરી રહ્યા છે અને માનવ સેવા એજ પ્રભુ સેવાની સૂત્ર સાર્થક કરી રહ્યા છે.

Porbandar : પોતાનો ધંધો બંધ કરી મહેકાવી માનવતાની મહેર, રાત દિવસ કરે છે દર્દીઓની સેવા

Follow us on

પોરબંદરના બિલ્ડર અને હોટલ માલિકે ધંધા બંધ કરી દર્દીઓની સેવા શરૂ કરી છે. કોરોના કાળમાં સગા સંબંધીઓ પરિવાર ના સભ્યોથી જ દુર ભાગી રહ્યા છે ત્યારે સમાજ સેવક અને માનવતાવાદી નાથા ઓડેદરા દર્દીઓની રાત દિવસ સેવા કરી રહ્યા છે અને માનવ સેવા એજ પ્રભુ સેવાની સૂત્ર સાર્થક કરી રહ્યા છે. બિલ્ડર નાથા ઓડેદરાને લોકો ખોબે ખોબે આશિર્વાદ આપી રહ્યા છે.

હાલની કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓ પાસે ઘરના સદસ્યો જતા ડરે છે લોકો મોતના ભયથી કોરોના દર્દીઓ પાસે જતા નથી. તેવા સમયે પોરબંદરના બિલ્ડર અને હોટલ માલિકે પોતાના વ્યવસાયને સાઈડમાં મૂકી માનવ સેવા એજ પ્રભુ સેવાનું કાર્ય કરી રહ્યા છે દર્દીઓને માસ્ક, ચા, નાળિયેર પાણી, લિબુ સરબત અને મસાજ કરી સેવા કરી રહ્યા છે.

‘હું બિલ્ડર અને હોટલ માલિક અને કોંગ્રેસ પ્રમુખ છું. હું કોરોના દર્દીઓની સેવા કરું છું હું પૈસાની કોઈ ચિંતા કરતો નથી મારો પરિવાર પણ મને ના પાળે છે તો પણ હું સેવા કરું છું બે દિવસ પહેલા દર્દીઓને હોસ્પિટલમાં દર્દીઓને દાખલ નહોતા કરતા ત્યારે હું ધરણા પર બેસી ગયો હતો મારે લોકોની સેવા કરવી છે. પોલીસ અને તંત્ર મને સેવા કરતા અટકાવે છે ફિટ કરવા દબાણ કરે છે છતાં હું લોકોની સેવા કરું છું. હું દર્દીઓને તડફડતા જોઈ નથી શકતો. માનવતાનું કામ છે આજે હું કરતો રહીશ જ્યાં સુધી મારામાં શ્વાસ છે ત્યાં સુધી હોસ્પિટલમાં સેવા આપતો રહીશ.’

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

નાથા ઓડેદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે દવાખાનામાં બે મહિના કરતા વધુ સમયથી રાતદિવસ સેવા કરે છે દર્દીઓ કોઈ પણ હોઈ જેમાં કોઈ રાજકારણને જોયા વગર નિસ્વાર્થ સેવા કરી રહેલા નાથા ઓડેદરા સતત મહેનત કરે છે. લોકોને માસ્કથી લઈ અંતિમક્રિયા સુધીની નાથાભાઈની સેવાને લોકો બિરદાવી રહ્યા છે.

દર્દીઓના સગા સંબંધીઓ નાથાભાઈની અલભ્ય સેવાથી ગદગદિત થઈ ને નાથા ઓડેદરાની આશિર્વાદ આપે છે નાથાભાઇ પણ નાત જાત ધર્મ કે.રાજકારણ જોયા વગર હોસ્પિટલ માં આવતા દર્દીઓની સેવા કરવા ખડે પગે ઉભા રહી આશ્વાસન પૂરું પાડે છે.અને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી જીવ ના જોખમે સેવા કરી રહ્યા છે.

Published On - 6:33 pm, Sun, 9 May 21

Next Article