કોંગ્રેસમાં મેવાણી vs પટેલ ! જીજ્ઞેશ મેવાણીએ કિરીટ પટેલનુ નામ લીધા વિના કહ્યું – તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, જુઓ Video
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, સમગ્ર વિવાદનો બચાવ કરતા કહ્યું કે, બંને ધારાસભ્યો વચ્ચે "ગેરસમજ" થઈ છે. તેમણે કહ્યું હતું કે, "જે થોડી ગેરસમજ ઉભી થઈ છે એ બાબતે વાત થઈ છે. બધાને સાથે રાખીને ગેરસમજ પણ દૂર કરીશું અને સૌ સાથે મળીને આગળ વધીશું.
ગુજરાતમાં સમ ખાવા પુરતી રહેલ કોંગ્રેસમાં આતરીક વિવાદ અવારનવાર સપાટી પર આવતો રહે છે. આ વખતે કોંગ્રેસના બે ધારાસભ્યો આમને સામને આવ્યા છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનુ નામ લીધા કહ્યું કે, તારા જેવા ફુદ્દાનું ચણું પણ નહીં આવે. કોઈ ફાંકો રાખતા હોય તો કાઢી નાખે.
આ સમગ્ર વિખવાદની ઘટના એવી છે કે, પાટણમાં કોંગ્રેસ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખની નિમણૂકને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલ્યો આવે છે. આમાં એક એવો વીડિયો વાયરલ થયો કે, કોંગ્રેસના પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાને માર મારવાની વાત કહેવામાં આવી રહી છે. આ વીડિયોને લઈને વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોઈનુ નામ લીધા વીના એવી પ્રતિક્રિયા આપી હતી કે, , “જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી-નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે.”
આ સંદર્ભે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને પુછવામાં આવતા તેમણે સમગ્ર વિવાદનો બચાવ કરતા કહ્યું કે, બંને ધારાસભ્યો વચ્ચે “ગેરસમજ” થઈ છે. તેમણે કહ્યું હતું કે, “જે થોડી ગેરસમજ ઉભી થઈ છે એ બાબતે વાત થઈ છે. બધાને સાથે રાખીને ગેરસમજ પણ દૂર કરીશું અને સૌ સાથે મળીને આગળ વધીશું.” તેમણે આ સમગ્ર વાતનો ઉકેલ વાતચીત દ્વારા લાવવાની ખાતરી આપી હતી, જેમાં પ્રદેશ નેતાગીરી મધ્યસ્થી કરશે તેમ જણાવ્યું હતું.
આ દરમિયાન ભાજપના પ્રવકત્તા અનિલ પટેલે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે, જે કોંગ્રેસની વિભાજનકારી માનસિકતા દર્શાવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો