ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ, ઓવૈસીએ ઘટનાને ગણાવી સામૂહિક કટ્ટરતા

|

Mar 17, 2024 | 10:00 PM

વિશ્વ વિદ્યાલયોમાં જેની ગણના થાય છે તે ગુજરાત યુનિવર્સિટીને કલંકિત કરતી ઘટના શનિવારે રાત્રે બની. જ્યાં રાત્રિના સમયે નમાઝ પઢતા વિદેશી વિદ્યાર્થીઓને કેટલાક લોકોના ટોળાએ અટકાવતા બોલાચાલી થઈ અને બોલાચાલી મારામારીમાં પરિણમી. જે બાદ ટોળાએ વિદ્યાર્થીઓના રૂમમાં પણ તોડફોડ કરી. આ સમગ્ર મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ઓવૈસીથી લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઘટનાના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ધર્મના નામે ગત રાત્રે જે દંગલ ખેલાયુ તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે અને વિદેશ મંત્રાલયે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે આ મામલે એક નિવેદન પણ જારી કર્યુ છે. ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, ઉજબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, સીરિયા અને આફ્રિકાના દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદેશી વિદ્યાર્થીઓએ ગત રાત્રે 10.30 આસપાસ બહાર નમાઝ પઢી રહ્યા હતા એ સમયે કેટલાક ટોળાએ આવીને તેમને રોક્યા જેમાંથી સમગ્ર બબાલ શરૂ થઈ હતી.

ઓવૈસીએ ઘટનાને ધાર્મિક સૌહાર્દ ખતમ કરનારી ગણાવી

આ ઘટના પર AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ઓવૈસીએ આક્ષેપ કર્યો છે કે “કેટલી શરમજનક વાત છે. જ્યારે તમારી ભક્તિ અને ધાર્મિક નારા ત્યારે જ સામે આવે છે જ્યારે મુસ્લિમો શાંતિથી તેમના ધર્મનું પાલન કરે છે. જ્યારે તમે મુસ્લિમોને જોઈને વિના કારણ ગુસ્સે થાઓ છો. જો આ સામૂહિક કટ્ટરવાદ નથી. તો શું છે? શું સરકાર આવા તત્વોને કડક સંદેશ આપવા માટે હસ્તક્ષેપ કરશે ? તેમણે કહ્યુ એ આ નફરત ભારતની સદ્દભાવનાને ખતમ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

તો ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે પોલીસ આવી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. તેમણે આરોપીઓને ત્યાંથી જવા દીધા. તેમની ત્યારે જ ધરપકડ ન કરી. પોલીસ આરોપીઓને છાવરી રહી હતી. ગ્યાસુદ્દીને આટલેથી ન અટક્તા જણાવ્યુ કે કટ્ટરવાદી સંગઠનોના અસામાજિક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં ઘુસી જઈ ત્યાં તોડફોડ કરી, તેમના પર ચાકુ- ડંડાથી પણ હુમલો કર્યો. તેમનો સામાન અને પૈસા પણ લૂંટીને જતા રહે છે. આ સમગ્ર ઘટનાના પૂરાવા વીડિયોમાં પણ સામે આવ્યા છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ગ્યાસુદ્દીને પોલીસના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા આરોપીને છાવરવાનો લગાવ્યો આરોપ

ગ્યાસુદ્દીનને માગ કરી છે કે જે પોલીસ કર્મચારીઓ રાત્રિની સમયે ઘટનાસ્થળે હાજર હતા તે તમામ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે. ગ્યાસુદ્દીને જણાવ્યુ કે રાત્રિના સમયે જ તેમણે ડીજીપી, ડીસીપી ઝોન 7 અને સ્થાનિક પીઆઈ સહિતનાની સાથે વાત કરી વિદ્યાર્થીઓને સુરક્ષા આપવા અને ફરિયાદ લેવા માટે અપીલ કરી હતી. પરંતુ ઘટનાની 6 કલાક વિતવા છતા ફરિયાદ લેવા કોઈ પીઆઈ આવ્યા ન હતા. ગ્યાસુદ્દીને આરોપ લગાવ્યો કે કટ્ટરવાદી સંગઠનોના દબાવમાં પોલીસે ગુનેગારોને બચાવવા જે તે ટાઈમે ભોગ બનનારા વિદ્યાર્થીઓની ફરિયાદ ન લીધી અને ચોકીદારની ફરિયાદ લઈ લીધી જેથી પાછળથી ચોકિદારને નિવેદનમાંથી ફેરવી પણ શકાય. આ પ્રકારના પોલીસની કામગીરી સામે ગ્યાસુદ્દીને ગંભીર આરોપ લગાવ્યા

શહેઝાદખાન પઠાણે વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ

આ તરફ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ઘટના અંગે જણાવ્યુ કે વિદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે અને તેમને ભારતની સરકાર સંરક્ષણ અને સુરક્ષિત વાતાવરણ ન આપી શકે તે ઘણુ ખેદજનક છે.  તેમણે કહ્યુ ધર્મના નામે વારંવાર નફરતનો માહોલ જે દિનપ્રતિદિન વધી રહ્યો છે તેને રોકવો જરૂરી છે. આવી ઘટનાઓથી ભવિષ્યમાં પણ સલામતીને લઈને અનેક સવાલ ઉઠશે.

જો આજ સ્થિતિ હોય તો સરકાર વિઝા જ ન આપે- વિદેશી વિદ્યાર્થી

આ તરફ હોસ્ટેલમાં રહેનારા વિદેશી વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવ્યો કે જો આ જ સ્થિતિ હોય તો સરકાર વિઝા જ ન આપે. પીડિત છાત્રોએ કહ્યુ કે હોસ્ટેલમાં અમારા રૂમમાં ઘુસી મારામારી અને તોડફોડ કરવામાં આવી. અમારા લેપટોપ, એસી, બારી-બારણા, ટેબલ, મ્યુઝિક સિસ્ટમ સહિતના સામાનમાં તોડફોડ કરવામાં આવી. વિદેશી વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે અમે અહીં તમામ તહેવારો ઉજવીએ છીએ. અહીં દરેક અમારા ભાઈ જેવા છે પરંતુ આ આશા ન હતી.

આ સમગ્ર ઘટનામાં 25 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલા વીડિયો અને સીસીટીવી ફુટેજને આધારે 7 લોકોની ઓળખ કરી લેવાઈ છે. ગૃહરાજ્યમંત્રીના આદેશ પર ઘટનાની તપાસ માટે 9 ટીમ બનાવવામાં આવી છે, જેમા 4 ક્રાઈમ બ્રાંચ અને 5 DCPની ટીમ તૈયાર કરાઈ છે. જે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ સાથે ટોળાએ કરી મારપીટ, બે લોકોની કરાઈ ધરપકડ, ઘટનાના દિલ્હી સુધી પડ્યા પડઘા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article