વિદેશ જવાના બહાને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સીટીમાં પોલીસની રેડ

|

Feb 15, 2022 | 11:51 PM

ગુજરાતમાંથી વિદેશ જવાના બહાને દિલ્હી અને કોલકત્તામાં 15 લોકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સીટીમાં પોલીસે રેડ પાડી છે.

ગુજરાતમાંથી(Gujarat)  વિદેશ જવાના બહાને દિલ્હી અને કોલકત્તામાં 15 લોકોને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદમાં(Ahmedabad)  ગોદરેજ ગાર્ડન સીટીમાં પોલીસે રેડ પાડી છે. આ  કેસમાં સુશીલ અને સંતોષ રોય બે મુખ્ય આરોપી કે જે વોન્ટેડ છે તે ગોદરેજ ગાર્ડન સીટી(Godrej Garden City)  સ્થિત કારમેલ એ વિંગ માં 1104 માં ભાડે રહેતા હતા અને એજ મકાનના નામે વિવિધ ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા. આ બે આરોપીઓ માટે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને માણસા પોલીસની ટીમે કારમેલ સ્થિત ઘરમાં 4 કલાક કરતા વધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ને તપાસમાં અનેક ડોક્યુમેન્ટ, કોરા ચેક, લેપટોપ, મોબાઈલ, આધારકાર્ડ, પાસપોર્ટ ઝેરોક્સ મડી આવી છે.

પોલીસ ટીમના કાફલાએ તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવો પડ્યો હતો. આ ડોક્યુમેન્ટ કોના છે, કઈ રીતે આવ્યા, કેટલા સમય થી આ ધંધા ચાલી રહ્યા હતા વગેરે પર પોલીસ તપાસ યથાવત છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ગાંધીનગર પોલીસે કબૂતરબાજી ના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી અન્ય રાજ્ય માં લઈ જઈ ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવતા અને બંદૂકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પાડવામાં આવતા હતા છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ 15 ગુજરાતીઓ ને ગુજરાત પોલીસે દિલ્હી માંથી મુક્ત કરાવ્યા હતા .

ડીંગુંચા ની ઘટના બાદ ગુજરાત પોલીસે સૌથી મોટું ઓપરેશન પર પાડ્યું છે .આ આખું ઓપરેશન ગાંધીનગર પોલીસ દ્વારા પાર પાડી 15 ગુજરાતીઓ ને અપહરણકર્તાની ચુંગાલ માંથી મુક્ત કરવામાં આવ્યા  હતા.પોલીસ ગિરફતમાં આવેલ  આરોપીએ નિર્દોષ લોકોને છેતરી એક મોટા ગુનાઓ ને અંજામ આપી રહ્યો હતો.

આ પણ વાંચો : Surat : ગ્રીષ્મા વેકરીયાના પરિજનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોલથી સંવેદના વ્યક્ત કરી

આ પણ વાંચો :  Ahmedabad: રાજસ્થાનની યુવતીના ગળામાં 12 સે.મી.ની લંબાઇનું લોખંડનું તીર ઘૂસી ગયુ અને પછી શું થયું જુઓ!

 

Published On - 9:25 pm, Tue, 15 February 22

Next Video