Mehsana Breaking News : ભાજપના સાંસદ સામે બફાટ કરવો ભાજપના જ નેતાને પડ્યો ભારે, પોલીસે મધરાત્રે ઉઠાવીને જેલમાં ધકેલ્યો

મહેસાણા એ, ભાજપની પોલીટિકલ ટેસ્ટિગ લેબોલેટરી ગણાય છે. વર્ષોથી મહેસાણામાં ભાજપે કરેલ રાજકીય પ્રયોગ જો સફળ રહે તો તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે છે. અને ગુજરાતમાં એ પ્રયોગ સફળ રહે તો સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવે છે.

Mehsana Breaking News : ભાજપના સાંસદ સામે બફાટ કરવો ભાજપના જ નેતાને પડ્યો ભારે, પોલીસે મધરાત્રે ઉઠાવીને જેલમાં ધકેલ્યો
| Edited By: | Updated on: May 25, 2026 | 3:51 PM

રાજ્યસભાના સાંસદ અને યુવા ઓબીસી નેતા મયંક નાયક વિરુદ્ધ બફાટ કરવો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિદેવને ભારે પડ્યો છે. મહેસાણા પોલીસે, રાજ્યસભાના સાંસદ વિરુદ્ધ એલફેલ વાતો કરનારા પિન્ટુ પટેલને મધ્યરાત્રીના ઉઠાવી જઈને જેલમાં ધકેલી દીધો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કોઈને કોઈ સ્થાને ભાજપની આંતરીક ભાજગંડના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરમાં જ મહેસાણામાંથી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે, પાટીદાર અનામત આંદોલન કરાવ્યું હતુ અને હવે તેમનુ રાજકારણ ભાજપમાં પુરુ થઈ ગયું હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. બરાબર આવો જ એક અન્ય ઓડિયો પણ રાજકીય વર્તુળોમાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ વાયરલ થઈ રહેલા ક્લિપમાં રાજ્યસભાના સાંસદ અને ઓબીસી નેતા મયંક નાયક વિરુદ્ધ ટિપ્પ્ણીઓ કરવામાં આવી હતી. મયંક નાયક વિરુદ્ધ એલફેલ બલનાર બીજો કોઈ નહીં, પરંતુ મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષા પટેલના પતિદેવ પિન્ટુ પટેલ હતો.

સોશિયલ મીડિયામાં વ્યાપકપણ વાયરલ થયેલ પિન્ટુના વીડિયોએ રાજકીય તરખાટ મચાવ્યો હતો. ઓડિયોમાં મયંક નાયક વિશે ટિપ્પણી કરનાર ભાજપ નેતા પિન્ટુ પટેલની પોલીસે અટકાયત કરી હતી. મૌલિક સાથે પીન્ટુ પટેલે ટેલિફોનિક વાત કરી હતી. આ વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જેના માટે મૌલિકે, પિન્ટુ પટેલ વિરુદ્ધ મહેસાણા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા તાલુકા પોલીસે, નોંધાયેલ ફરીયાદના અનુસંધાને, મધ્યરાત્રીના પિન્ટુ પટેલના ઘરે જઈને ઉપાડી લીધો હતો. પોલીસે પિન્ટુને જેલમાં ધકેલી દીધો છે.

મહેસાણા એ, ભાજપની પોલીટિકલ ટેસ્ટિગ લેબોલેટરી ગણાય છે. વર્ષોથી મહેસાણામાં ભાજપે કરેલ રાજકીય પ્રયોગ જો સફળ રહે તો તે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે છે. અને ગુજરાતમાં એ પ્રયોગ સફળ રહે તો સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણા ભાજપના નેતાઓની એક પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં કોઈ એક નેતાને રાજકીય રીતે ખતમ કરવાનો જ મુખ્ય સાર હોય છે.

Amreli Breaking News : લો બોલો, ભાજપે સામેથી AAPના વિજેતા સભ્યને બનાવ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

Follow Us