પીએમ મોદી 16 જુલાઇના રોજ ગુજરાતમાં રેલ્વેના બે પ્રોજેકટનું લોકાર્પણ કરશે, વડનગર સ્ટેશન બ્રોડગેજથી દેશ સાથે જોડાશે

|

Jul 14, 2021 | 7:05 PM

વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે . દેશના અન્ય હિસ્સાઓને જોડાતા આ સેક્શનમાથી મુસાફર અને માલવાહન ટ્રેનો દોડશે.

પીએમ મોદી 16 જુલાઇના રોજ ગુજરાતમાં રેલ્વેના બે પ્રોજેકટનું લોકાર્પણ કરશે, વડનગર સ્ટેશન બ્રોડગેજથી દેશ સાથે જોડાશે
PM Modi to Virtually unveil Vadnagar Railway station On July 16

Follow us on

પીએમ મોદી(PM Modi)  16 જુલાઇના રોજ રેલ્વેના મહેસાણા -વરેઠા અને સુરેન્દ્રનગર પીપાવાવ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં વડનગર(Vadnagar)  –મોઢેરા–પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત વડનગર રેલ્વે સ્ટેશનનો  વિકાસ કરવામા આવ્યો છે. આ એ જ  વડનગર રેલ્વે સ્ટેશન છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતાની ચાની દુકાન પર ટ્રેનમાં ચા વેચતા હતા .નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. જેમાં પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે.

વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે

વડનગર સ્ટેશન તેમજ આસપાસ સુંદર ગાર્ડન  વિકસાવવામા આવ્યા છે. વડનગર(Vadnagar)  હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે અને દેશના અન્ય હિસ્સાઓને જોડતા આ સેક્શન માથી મુસાફર અને માલવાહન ટ્રેનો દોડશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પીએમ મોદી 16 જુલાઈના રોજ રેલ્વેના મહેસાણા–વરેઠા બ્રોડ ગેજમા રૂપાંતરણ અને વિદ્યુતિકરણ તથા સુરેન્દ્રનગર –પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરરણ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં મહેસાણા –વરેઠા ગેજનુ બ્રોડ ગેજમાાં રૂપાતરણ અને વિદ્યુતિકરણ (વડનગર સ્ટેશન સહિત) નુ કામ રૂપિયા 293.14 કરોડના ખર્ચે સંપન્ન થયું છે. અને સાથે જ રૂપિયા 74.66 કરોડના ખર્ચે તેના કામ વિદ્યુતિકરણનું કરવામાાં આવ્યુ છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂ. 367.80 કરોડ છે.

આ પરિયોજનાના મુખ્ય લાભો
-વડનગર –મોઢેરા–પાટણ હેરીટેજ સર્કિટ સાથે જોડાણ
-અમદાવાદ–જયપરુ –દિલ્હી મુખ્ય લાઇન સાથે કનેક્ટિવિટી
-આ વિસ્તારના લોકો માટે પરિવહનનુ ઝડપી અને શ્રેષ્ઠ માધ્યમ.
-અત્યાર સુધી વિખુટા રહેલા આ સેક્શનમા સામાજિક-આર્થિક વેગ પકડાશે.આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ માટે મોટી તકોના દ્વાર ખુલશે.
-આનાથી આર્થિક. પર્યટન અને કૃવિ વિકાસનો વેગ વધશે. અને તેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.
-આ સેક્શનમા મોટુ સ્ટેશન વડનગર છે. જે ઐતિહાસિક મહત્વ ધરાવતુ શહર છે.
– વડનગર –મોઢેરા–પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત તેનો વિકાસ કરવામા આવ્યો છે.

જયારે  નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે, પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે. તેમજ આસપાસમા સુંદર ગાર્ડન  વિકસાવવામા આવ્યા છે. વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે અને દેશના અન્ય હિસ્સાઓને જોડતા આ સેક્શન માથી મુસાફર અને માલવાહન ટ્રેનો દોડશે.

વડનગર રેલવે સ્ટેશને પર પુરી પાડવામાં આવેલી સવલતો

– 425 મીટર લંબાઇના બે મુસાફર પ્લેટ ફોર્મ.
– બને પેસેન્જર પ્લેટ ફોર્મને જોડતા ફુટ ઓવર બ્રીજ.
–  પરીઘીય વિસ્તાર સાથે સ્ટેશનની ઇમારત.
– મુસાફરો માટે કાફે સાથે પ્રતીક્ષા ખંડ .
–  સામાન્ય અને મહિલા મુસાફર માટે પ્રતીક્ષા ખંડ
– આખા પ્લટે ફોર્મને ઢાકી દેતો શેડ.
–  શૌચાલયની સુવિધાઓ
– પીવાના  પાણીની વયવસ્થા.
– બેસવાની વ્યવસ્થા
-દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને પાણીની વયવસ્થા.
–  બુકીંગ સુવિધાઓ

જ્યારે આ ઉપરાંત સુરેન્દ્રનગર–પીપાવાવ સેક્શનનું વિદ્યુતિકરણ ખૂબ જ મહત્વાકાંક્ષી એવા ભારતીય રેલવેના મિશન 100% વિદ્યુતીકરણને આગળ ધપાવીને સુરેન્દ્રનગર –પીપાવાવ વિદ્યુતીકરણ પરિયોજના પુરી કરવામાાં આવી છે.હાઇ રાઇઝ OHE સાથે સુરેન્દ્રનગર- પીપાવાવ વીજળીકૃત સેકશન (264 આર કીમી)નુ કામ ત્રણ મહિનાના વિકર્મી સમયમાાં રૂ. 289.47 કરોડના ખર્ચે પૂરું કરવામાાં આવ્યુ છે. અને ફેબ્રુઆરી 2021મા તેને કાર્યરત કરવામા આવ્યુ છે.

ભારતીય રેલવેમા શ્રેષ્ઠ રીતે પુરી કરવામા આવેલી પરિયોજનાઓમા આની ગણના થાય છે.વેસ્ટનુ ડેડેઈકેટેડ ફ્રાઇટ કોરિડોર માટે આ ખૂબ જ મહત્વ પૂર્ણ બંદર કનેક્ટિવિટી રૂટ અને ફીડર રૂટ છે. આ રૂટ પીપાવાવ બંદરથી દેશના ઉત્તરીય ભાગોમા ડબલ સ્ટેક કન્ટેઇનર સહિત ભારે માલસામાનનુ વહન કરતી માલવાહક ટ્રેનોના પરિવહનનો માર્ગ સ્થાપિત કરે છે.

Published On - 6:57 pm, Wed, 14 July 21

Next Article