PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, જુઓ Video

|

Oct 17, 2024 | 4:44 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, જુઓ Video
Vadodara

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર વડાપ્રધાન મોદીની નજરથી ઝુપડપટ્ટી અને ગંદકી છૂપાવવા આડા મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.

ઝૂંપડપટ્ટી સંતાડવા મારવામાં આવી રહ્યાં છે શેડ

PM મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના અમિત બ્રિજને રંગવાનું કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ પરની દિવાલો ઉપર પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી 20 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ પરથી પસાર થવાના છે, તે રૂટ પર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાનનું કામ 20 ઓક્ટોબર પૂરુ કરાશે

રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતર રૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જવાના રોડ પર સાંઇદીપનગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. વઅહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આગમનને લઈને પૂર્વ ઝોન વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી લઈને એરપોર્ટ, માણેક પાર્ક સર્કલ અને રાજીવનગર એસટીપી રોડ પર ડિવાઇડર રિપેરિંગ, ફૂટપાથ સહિતની કામગીરી ચાલી રહી છે. બ્રિજ પર રંગરોગાનની કામગીરી કરતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વડોદરાની મુલાકાતને લઈને રંગરોગાન અને વોલ પેઇન્ટિંગની કામગીરી કરી રહ્યા છીએ. આ કામગીરીમાં 30થી 40 માણસો કામગીરી કરી રહ્યા છે અને 20 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અમારો ટાર્ગેટ છે.

Next Article