કેવડીયામાં જંગલ સફારી પાર્કમાં વડાપ્રધાનનો આગવો અંદાજ, વડાપ્રધાનનો ફરી નજરે પડયો પક્ષીપ્રેમ

|

Oct 30, 2020 | 5:53 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગવી માર્કેટિંગ સ્કીલ માટે જાણીતા છે. જયારે પણ વડાપ્રધાન કોઇપણ સ્થળનું લોકાર્પણ કરે છે. ત્યારે તે પ્રસંગની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરાવી લેતા હોય છે. અને, તેમની આ તસ્વીરો ખાસ્સી એવી લોકપ્રિય બની જતી હોય છે. આવું જ કંઇક બન્યું જંગલ સફારી પાર્કના લોકાર્પણ પ્રસંગે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં જંગલ સફારી પાર્કનું […]

કેવડીયામાં જંગલ સફારી પાર્કમાં વડાપ્રધાનનો આગવો અંદાજ,  વડાપ્રધાનનો ફરી નજરે પડયો પક્ષીપ્રેમ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગવી માર્કેટિંગ સ્કીલ માટે જાણીતા છે. જયારે પણ વડાપ્રધાન કોઇપણ સ્થળનું લોકાર્પણ કરે છે. ત્યારે તે પ્રસંગની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરાવી લેતા હોય છે. અને, તેમની આ તસ્વીરો ખાસ્સી એવી લોકપ્રિય બની જતી હોય છે. આવું જ કંઇક બન્યું જંગલ સફારી પાર્કના લોકાર્પણ પ્રસંગે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું. અહીં, વડાપ્રધાનને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષીપ્રેમ નજરે પડયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી બે પોપટ સાથે સમય ગાળતા દેખાયા હતા. બંને પોપટને વડાપ્રધાને પોતાના હાથ પર બેસાડી પોતાનો પક્ષીપ્રેમ દર્શાવ્યો હતો. આ ઉપરાંત, વડાપ્રધાને કબુતર, ઢેલ અને કેટલાક વિદેશી પક્ષીઓનું પણ ચીવટથી નિરીક્ષણ કર્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

તો થોડા સમય પહેલા કેવડીયામાં જ બટરફલાય પાર્કના લોકાર્પણ દરમિયાન પણ આવી જ કેટલીક તસ્વીરો લોકપ્રિય થઇ હતી. જેમાં વડાપ્રધાન પતંગિયાઓ સાથે નજરે પડયા હતા. અહીં, પણ મોદીનો પક્ષીપ્રેમ અને સંવેદના નજરે પડી હતી.

આ પહેલા વડાપ્રધાન મોદીના પક્ષીપ્રેમની અનેક તસ્વીરો સામે આવી ચુકી છે. જેમાં એક તસ્વીર ખાસ્સી લોકપ્રિય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પક્ષી મોરને દાણા ખવડાવતા નજરે પડયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article