AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PATAN માં વિશ્વ વિક્રમ સર્જાયો, હનુમાન ચાલીસાના પાઠનું પઠન

સતત 27 કલાક 27 મિનિટ સુધી 213 વખત 33 કલાકારોએ હનુમાન ચાલીસા પાઠનુ પઠન કર્યું. જે સમયે વર્લ્ડ રેકોર્ડ (world RECORD) ઓફ ઇન્ડિયા બુક સંસ્થાની ટીમ પણ હાજર રહી હતી.

PATAN માં વિશ્વ વિક્રમ સર્જાયો, હનુમાન ચાલીસાના પાઠનું પઠન
પાટણમાં વિશ્વ વિક્રમ સર્જાયો
Sunil Patel
| Edited By: | Updated on: Jun 13, 2022 | 9:39 AM
Share

પાટણમાં (PATAN) હનુમાન ચાલીસા (HANUMAN CHALISA) પાઠના પઠન થકી વિશ્વ વિક્રમ (world RECORD) સર્જાયો છે. 33 કલાકારોએ સતત 27 કલાક 27 મિનિટ સુધી 213 વખત હનુમાન ચાલીસાનું પઠન કર્યું અને વિશ્વ વિક્રમ સર્જાયો છે. આ સાથે આ ટીમે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે.

તાજેતરમાં જ દેશના અનેક રાજ્યોમાં હનુમાન ચાલીસા પાઠના પઠન મામલે વિવાદો સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં તો હનુમાન ચાલીસાના નામે રાજકીય રમખાણ જામ્યું હતું. અને હનુમાન ચાલીસા પણ રાજકીય મુદ્દાનો અખાડો બની ગઇ હતી. ત્યારે બીજીબાજુ વિવાદ વચ્ચે હનુમાન ચાલીસા થકી કલાકારોએ વિશ્વ વિક્રમ સર્જાયો છે. પાટણમાં હનુમાન જયંતીના પર્વ નિમિતે નિરવ ગાંધી મ્યુઝીક એકડેમી અને કરાઓ પરિવાર સાથે બજરંગ દળના સંયુક્ત સહયોગ થકી આયોજીત હનુમાન ચાલીસા પાઠનુ પઠન કરવામાં આવ્યું.

સતત 27 કલાક 27 મિનિટ સુધી 213 વખત 33 કલાકારોએ હનુમાન ચાલીસા પાઠનુ પઠન કર્યું. જે સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુક સંસ્થાની ટીમ પણ હાજર રહી હતી. અને હનુમાન ચાલીસાના પાઠના પઠન થકી વિશ્વ વિક્રમ સર્જાયો હતો.

જેને લઇને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં આ ઘટનાને સ્થાન મેળવ્યું છે. ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુક સંસ્થાની ટીમ પાટણ પહોંચીને 33 કલાકારો સહિત સહયોગીઓને પ્રમાણપત્ર ,શિલ્ડ અને મોમેન્ટો થકી સન્માનિત કર્યા હતા.

જ્યા એકબાજુ વિવાદમાં આવેલ હનુમાન ચાલીસાના નામે રાજકીય ધમાસાણ સર્જાયુ હતું. ત્યાં બીજીબાજુ પાટણમાં નીરવ ગાંધી મ્યુઝીક એકડેમીના કલાકારોએ તે જ હનુમાન ચાલીસા પાઠનુ પઠન કરીને વિશ્વ વિક્રમ સર્જીને હનુમાન ચાલીસાના નામે રાજકારણના વિવાદ પર પૂર્ણ વિરામ મુકવાનો સંદેશ પણ આપ્યો છે.

કલાકારોને પ્રમાણપત્ર, શિલ્ડ-મોમેન્ટો એનાયત

નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવારની ગૌરવ સાળી સિદ્ધી બદલ શનિવારના રોજ શહેરના એપીએમસી હોલ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા એવોર્ડ એનાયત સહિત તમામ કલાકારો તેમજ સહિયોગીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પાટણની સિદ્ધીની સરાહના કરવામાં આવી

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાટણને વિશ્વ ફલક પર ગૌરવ પ્રદાન કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સહિત બજરંગ દળ પાટણની સિદ્ધીની સરાહના કરી હતી સાથે પાટણની એકટીવ, જાયન્ટસ, ભારત વિકાસ પરિષદ, રોટરી કલબ પાટણ સહિતની સંસ્થાઓ દ્વારા પણ અભિવાદન કરાયું હતું.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">