Patan : ડોકટરને બોગસ ડિગ્રી મામલે IMAના વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરાયા, તબીબ હોસ્પિટલ બંધ કરી ફરાર

|

Jun 08, 2022 | 7:11 PM

પાટણમાં(Patan) નકલી તબીબનો ભાંડો ફૂટી ગયો છે. જેમાં ભળતા નામની સાથે MD અને MBBS જેવી તબીબી ડીગ્રી બનાવીને પ્રેકિટસ કરતો હતો. આ સમગ્ર ઘટના IMAના ઘ્યાને આવતા તબીબ ડો. યોગેશ પટેલ એકાએક હોસ્પિટલને તાળા મારીને ફરાર થઇ ગયો

Patan :  ડોકટરને બોગસ ડિગ્રી મામલે IMAના વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરાયા, તબીબ હોસ્પિટલ બંધ કરી ફરાર
Patan Bogus Doctor Yogesh Patel
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના પાટણમાં (Patan) MD ડોક્ટરને (Doctor) બોગસ ડિગ્રી(Bogus Degree)મામલે IMAના વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરાતા વિવાદ ઉભો થયો છે.. શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોસ્પીટલ ધરાવતા યોગેશ પટેલ નામના તબીબની MD ફિઝીશીયનની ડિગ્રી અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી.જે અંગે IMA પ્રમુખ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડોક્યુમેન્ટમાં નામ અને નંબરમાં મિસમેચ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ફોટો પણ એડિટ કરેલો હતો. બોગસ ડિગ્રીનો પર્દાફાશ થતા યોગેશ પટેલ હોસ્પીટલને તાળા મારી ફરાર થઇ ગયો છે અને આ સમગ્ર મામલો હવે DHO સુધી પહોંચ્યો છે.તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા પણ આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

ડો. યોગેશ પટેલ એકાએક હોસ્પિટલને તાળા મારીને ફરાર

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પાટણમાં  નકલી તબીબનો ભાંડો ફૂટી ગયો છે. જેમાં ભળતા નામની સાથે MD અને MBBS જેવી તબીબી ડીગ્રી બનાવીને પ્રેકિટસ કરતો હતો. આ સમગ્ર ઘટના IMAના ઘ્યાને આવતા તબીબ ડો. યોગેશ પટેલ એકાએક હોસ્પિટલને તાળા મારીને ફરાર થઇ ગયો. ઘટના એવી છે કે. પાટણ IMA ને ડો. યોગેશ પટેલની તબીબી ડીગ્રી મામલે કરેલ તપાસ દરમ્યાન કેટલીક શંકા ઉદ્દભવી હતી. જેની વઘુ તપાસ હાથ ઘરાતા ડો. યોગેશ પટેલ પાસે MD કે MBBS જેવી તબીબી ડીગ્રી ન હતી. તેમ છતાંય MD ડીગ્રીના નામે મોટી હોસ્પિટલ ખોલીને કરતો હતો પ્રેકિટસ. IMA પાટણને ડો. યોગેશ પટેલની સમગ્ર કરતુતની જાણ થતા પાટણ IMA એશોશિયેશનના સોશિયલ મિડીયા ગ્રુપમાંથી તાત્કાલિક રીમુવ કરવામાં આવ્યો છે.

સમગ્ર તપાસનો અહેવાલ પણ જીલ્લા મુખ્ય આરોગ્ય અઘિકારી અને કલેક્ટરને સોંપવામાં આવ્યો

જો કે તબીબી નગરી પાટણમાં બોગસ MD ડીગ્રીના નામે પ્રેકિટસ કરતા બોગસ તબીબની ઘટના સામે આવતા પાટણના નામચીન અને સ્પેશયાલિસ્ટ તબીબોમાં પણ આ ઘટનાને લઇને રોષે ભરાયા છે. બોગ્ગસ તબીબ ડો યોગેશ પટેલની કરતૂતથી પાટણના અન્ય તબીબોમાં પણ ડો. યોગેશ પટેલ સામે રોષ ભભૂક્યો છે. તો પાટણ IMA એસોસિશિયન દ્વારા કરાયેલ સમગ્ર તપાસનો અહેવાલ પણ જીલ્લા મુખ્ય આરોગ્ય અઘિકારી અને કલેક્ટરને સોંપવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાટણ IMA ની તપાસમાં ડો. યોગેશ પટેલના તબીબી ડીગ્રી MD અને MBBS જેવી પદવીના પ્રમાણપત્ર પણ બનાવટી હોવાનું પુરવાર થયું છે. ત્યારે જો હજુ વઘુ તપાસ હાથ ધરવામા આવે તો ડો. યોગેશ પટેલની અન્ય કેટલીક ચોંકીવનારી હકીકતો પણ સામે આવી છે. TV9 ના સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ડો.યોગેશ પટેલના તાર ગામડાંઓ સુઘી જોડાયેલ છે.

જ્યાં ગામડાઓમાં તબીબના નામે બની બેઠેલા લે ભાગુ ડોકટરો અને એજન્ટો દ્વારા ગામડાના દર્દીઓને ડો. યોગેશ પટેલની હોસ્પિટલ સુઘી પહોંચાડવામાં આવતા હતા. હાલ તો બોગ્ગસ ડોકટર યોગેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો તબીબી નગરીના તબીબોમાં સમગ્ર ઘટના બની ટોક ઓફ ધ ટાઉન બની છે.

(With Input, Sunil Patel, Patan ) 

Published On - 7:09 pm, Wed, 8 June 22

Next Article