સૌરાષ્ટ્ર પંથકમાં તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

|

Aug 08, 2022 | 9:20 PM

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં (North Gujarat) પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને (Fishermen) આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર પંથકમાં તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, માછીમારોને  દરિયો ન ખેડવાની સૂચના
Heavy rain forecast in Saurashtra Panthak and North Gujarat

Follow us on

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં (Gujarat) ભારેથી અતિભારે વરસાદ (Rain) વરસી શકે છે.  ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારેથી અતિભારે (Heavy to very heavy rain) વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં (North Gujarat) પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને (Fishermen) આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થઈ શકે. આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

મંગળવાર 9-08-22 : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, રાજકોટ, જુનાગઢ, બોટાદ અને દીવ  માટે ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે

બુધવાર 10-8-22 : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરમિયાન આજે બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો છે. અંબાજીમાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ પડયો છે. લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તો દિયોદરના જાલોઢા, નરણા, નવાપુરા સહિતના ગામોમાં જયારે કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉંબરીના ગામમાં વરસાદ પડયો હતો. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

પાણીયારી ધોધ થયો જીવંત

બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદના પગલે જીવંત ધોધ થયા છે. પાણીયારી ધોધ સક્રિય થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા પાણીયારી ધોધમાં ભયજનક પાણી આવ્યું છે. ચોમાસામાં દર વર્ષે પાણીયારી ધોધ જોવા અસંખ્ય લોકો આવે છે. જો કે આ વર્ષે આ ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Next Article