Patan : દૂધસાગર ડેરીના ગેટ પર મારામારીનો વિવાદ ઉગ્ર બન્યો, વિપુલ ચૌધરીએ પાટણમાં રેલી યોજી

|

Jun 24, 2022 | 10:33 PM

પાટણમાં વિપુલ ચૌધરીએ(Vipul Chaudhary) સભા યોજી હતી. તેમજ મોઘજી ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ જિલ્લા કલેકટરને રેલી નીકળી આવેદનપત્ર પણ આપ્યું હતું.

Patan : દૂધસાગર ડેરીના ગેટ પર મારામારીનો વિવાદ ઉગ્ર બન્યો, વિપુલ ચૌધરીએ પાટણમાં રેલી યોજી
Vipul Chaudhary Patan Rally

Follow us on

ગુજરાતમાં (Gujarat) મહેસાણાની દૂધ સાગર ડેરીના( Dudhsagar Dairy) ગેટ પર પૂર્વ ચેરમેન મોધજી ચૌધરી પર થયેલાના હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેના પગલે આજે પાટણમાં વિપુલ ચૌધરીએ(Vipul Chaudhary) સભા યોજી હતી. તેમજ મોઘજી ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ જિલ્લા કલેકટરને રેલી નીકળી આવેદનપત્ર પણ આપ્યું હતું. તેમજ વિપુલ ચૌધરીએ આ કેસમાં આગેવાની લીધી છે. તેમજ આ હુમલો કરનારને સજા અપાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ મોઘજી ચૌધરીના પુત્ર પર લાગેલી કલમ 307 દૂર કરવા માંગ કરી હતી.

મોઘજી ચૌધરી પર થયેલા હુમલાની નિષ્પક્ષ તપાસની માગ

મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાધારણ સભા અગાઉ મોઘજી ચૌધરી સાથે થયેલી મારામારીના મુદ્દે વિપુલ ચૌધરીમેદાનમાં આવ્યા છે. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીએ અર્બુદા સેના સાથે ગાંધીનગરના રેન્જ IGને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાત સહકારી મોડેલના કારણે ઓળખાય છે અને આ ઘટના દૂધસાગર ડેરી માટે લાંછન રૂપ છે. આ સાથે જ વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોઘજી ચૌધરી પર થયેલા હુમલાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

ગનનો FSLરીપોર્ટ કરવાની વિપુલ ચૌધરીએ માગ કરી હતી

આ પૂર્વે મહેસાણાના દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પ્રવેશ મુદ્દે થયેલી મારામારીનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતી. સહકારી અગ્રણી વિપુલ ચૌધરીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખીતમાં રજૂઆત કરી હતી. અને આરોપીઓ સામે 307ની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે. વિપુલ ચૌધરીનો આક્ષેપ છે કે ચોક્કસ પુરાવા વિના ફેબ્રિકેટેડ ફરીયાદ થઈ છે.દૂધસાગર ડેરીના CCTV વીડિયો ચેક કરવાની અને ગનનો FSLરીપોર્ટ કરવાની વિપુલ ચૌધરીએ માગ કરી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા માં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા હોબાળો થયો હતો. આ સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી ના સમર્થકો અને અશોક ચૌધરી ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી હતી જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી બાજુ આ ઘર્ષણના પગલે મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું. સાધારણ સભા પહેલાં મોઘજી દેસાઈ ઉપર હુમલો થતાં સ્વ બચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગી હતી

જોકે પાછળથી જાણવા મળ્યું છે કે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈના પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હોવાના કિસ્સામાં એકને ઇજા થઈ છે. ફાયરિંગમાં ડેરીના સિક્યુરીટી ઈન્ચાર્જને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતીભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. મોઘજી દેસાઈના પુત્રએ કરેલ ફાયરિંગમા ગોળી વાગી હોવાનો ઇજાગ્રસ્તનો દાવો કરાયો છે.

Published On - 10:32 pm, Fri, 24 June 22

Next Article