પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

|

Sep 26, 2021 | 1:00 PM

પાટણમાં  1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે પાટણમાં ગરનાળા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

ગુજરાતમાં( Gujarat)  સતત વરસી રહેલા વરસાદ(Rain) વચ્ચે પાટણ જીલ્લામાં(Patan) વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સિદ્ધપુર અને પાટણમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં પાટણમાં  1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે પાટણમાં ગરનાળા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

પાટણમાં ભારે પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.5 ઇંચ, ધાનેરામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધી  મોસમનો કુલ 82.40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ઓગસ્ટ મહિના અંત સુધી રાજ્યમાં વરસાદની 49 ટકા જેટલી ઘટ હતી. જે આ 25 દિવસમાં ઘટીને હવે માત્ર 19 ટકા જેટલી જ રહી છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રવિવાર અને સોમવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં હવામાન વિભાગે ભાર વરસાદની આગાહી કરી છે.

જ્યારે તારીખ 29 અને 30 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ  વાંચો : ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે 27 સપ્ટેમ્બરના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું

આ પણ  વાંચો : ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

 

Published On - 1:00 pm, Sun, 26 September 21

Next Video