Patan: GPSC વર્ગ 1 અને 2, નગરપાલિકા વર્ગ-2ની પરીક્ષા જિલ્લાના 21 કેન્દ્રો પર લેવાશે

|

Dec 25, 2021 | 4:44 PM

પાટણ જિલ્લાના 21 કેન્દ્ર પર 5,112 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. 21 કેન્દ્ર પર 5 ઝોનલ અધિકારી અને 21 સુપર વાઇઝરની નિમણુક કરવામાં આવી છે.

ગુજરાતમાં 26મી ડિસેમ્બરે GPSC વર્ગ-1 અને 2 (Class-1 and 2) અને નગરપાલિકા મુખ્ય અધિકારી (Chief Officer of the Municipality) વર્ગ -2ની પરીક્ષા (Exam) લેવામાં આવશે. પાટણ (Patan) જિલ્લાના 21 કેન્દ્ર સહિત સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા લેવાવાની છે. જેને લઇને તમામ કેન્દ્ર પર તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે.

 

વહીવટી તંત્રની તૈયારીઓ

પાટણ જિલ્લાના 21 કેન્દ્ર પર 5,112 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. 21 કેન્દ્ર પર 5 ઝોનલ અધિકારી અને 21 સુપર વાઇઝરની નિમણુક કરવામાં આવી છે. પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વહીવટી તંત્રએ આ મામલે જણાવ્યુ છે કે દુરના ગામોમાંથી આવતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટીની સેવા મળી રહે તે માટે એસટી વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યુ છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન

GPSC વર્ગ-1 અને 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ -2ની પરીક્ષાને લઇને તમામ પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઇડલાઇનને લઇને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થી ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. સાથે જ પરીક્ષા કેન્દ્ર પર સેનીટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવશે. તો વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ PNB Scam: નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી PNB લેણાં વસૂલ કરવામાં આવશે, ED 1000 કરોડની પ્રોપર્ટીની કરશે હરાજી

આ પણ વાંચોઃ India-South Africa Relations: કોરોના સંકટ હોવા છતાં 2021માં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો થયા મજબૂત, ભારતે સતત કરી મદદ

Next Video