Patan : લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરવા સરકારી કર્મચારીની અનોખું અભિયાન, જાણો વિગતે

|

May 31, 2022 | 5:40 PM

પાટણ(Patan) જિલ્લામાં નરેશભાઇના વ્યસન મુકિતના અભિયાનના લીધે આસપાસના અનેક ગામના યુવાનો અને વડીલો વ્યસનમુકત બન્યા છે. નરેશભાઇ છેલ્લા 12 વર્ષથી વ્યસન મુકિત અભિયાન ચલાવે છે. તેમના જણાવ્યા અનુસાર તેમણે અત્યાર સુધી લાખો લોકોને વ્યસન મુકત બાબતે માહિતગાર કર્યા છે.

Patan :  લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરવા સરકારી કર્મચારીની અનોખું અભિયાન, જાણો વિગતે
Patan Health Worker Naresh Patel Counseling People

Follow us on

આજે વિશ્વ નો- ટોબેકો ડેની (World No-Tobacco Day)  ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશમાં તમાકુના વ્યસનથી લાખો લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો તમાકુથી થતા રોગના શિકાર પણ બન્યા છે. જ્યારે સરકાર તમાકુના વ્યસનની મુકિત માટે જાહેરાતો અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ગુજરાતના  પાટણ (Patan) જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામે આરોગ્ય વિભાગમાં ફાર્માસિસ્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેશ પટેલ(Naresh Patel)  લોકોને તમાકુના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે. તેવો સવારથી સાંજ સુઘી પોતાની ફરજ સાથે વ્યસન મુકિત માટે ઘરે ઘરે અને ગામે ગામ પહોંચીને લોકોનું કાઉન્સલીંગ કરીને હજારો લોકોને વ્યસનમુકત બનાવ્યા છે. આ સેવાનિષ્ઠ કર્મચારી કોઇ સ્વાર્થ કે પોતાના ફાયદા માટે નહિ પરંતુ લોકોને વ્યસનમુકત કરવાથી પોતાના મનને શાંતિ મળે છે એટલા માટે આ કાર્ય કરે છે.

ગામમાં યુવાનો અને વડીલોને તમાકુના વ્યસનમાંથી મુક્ત કરાવવાનું ઉમદા કામ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામે આરોગ્ય વિભાગમાં ફાર્માસિસ્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારી નરેશભાઇ પટેલ આમ તો ગામડાઓમાં આવેલ આરોગ્ય વિભાગના PHCમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નરેશભાઇ પોતે ફરજ પરના સમય પહેલા જ પહોંચી જાય છે અને કામશરુ કરે છે. તેવો ગામમાં યુવાનો અને વડીલોને તમાકુના વ્યસનમાંથી મુક્ત કરાવવાનું ઉમદા કામ કરી રહ્યા છે.

સાંજે 5 કલાકે ફરજના સમય બાદ પણ તેમનું કાર્ય ચાલુ જ રાખે છે

નરેશભાઇ ગામમાં યુવાનો સાથે વડીલોને પણ ઘરે જઇને, ખેડુતોને ખેતરમાં જઇને અને સમય મળે એટલે કોઇના ઘરે ખાટલા બેઠકો કરીને વ્યસન કરતા લોકો સાથે બેસે છે. તેમજ વ્યસનથી થતા શારીરીક. સામાજીક પારીવારીક અને નાણાકીય નુકશાન અંગે સમજણ આપે છે. નરેશભાઇ જે વ્યકિતને વ્યસનમુકત કરવાનું નક્કી કરી લે છે તેનું સતત કાઉન્સિલીંગ કરે છે. તેવ થાક્યા વગર પોતાના વ્યસન મુકિતના કાર્યમાં સતત પરોવાયેલા રહે છે. એવું નથી કે તે સાંજે 5 કલાકે ફરજના સમય બાદ પણ તેમનું કાર્ય ચાલુ જ રાખે છે. જ્યાં પણ કોઇ તમાકુનો વ્યસનીને જોતાં જ તેના કાઉન્સેલિંગનું કામ શરૂ કરી દે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમાકુ વ્યસનના બંધાણીના ઘરે જાય છે ત્યાં જે તે પરીવારનો સહકાર પણ નરેશભાઇને મળે છે

નરેશભાઇના વ્યસન મુકિતના અભિયાનના લીધે આસપાસના અનેક ગામના યુવાનો અને વડીલો વ્યસનમુકત બન્યા છે. નરેશભાઇ છેલ્લા 12 વર્ષથી વ્યસન મુકિત અભિયાન ચલાવે છે. તેમના જણાવ્યા અનુસાર તેમણે અત્યાર સુધી લાખો લોકોને વ્યસન મુકત બાબતે માહિતગાર કર્યા છે. તેમજ હજારો લોકોને તમાકુ જેવા જીવલેણ વ્યસનમાંથી મુક્ત કરાવી ચુકયા છે.જો કે નરેશભાઇ જે પણ તમાકુ વ્યસનના બંધાણીના ઘરે જાય છે ત્યાં જે તે પરીવારનો સહકાર પણ નરેશભાઇને મળે છે. પરીવારના અન્ય સભ્યો પણ તેમના પરીવારના સભ્યના વ્યસનમુકત માટે નરેશભાઇના સતત સંપર્કમાં રહે છે. આવી જ રીતે એક નાનકડી દીકરી અને નરેશભાઇએ દીકરીના પિતાના તમાકુનુ વ્યસન પણ છોડાવ્યું.

નરેશભાઇ પટેલ પોતાના ફરજ સમયે કર્મનિષ્ઠ તો છે જ પરંતુ તેમનું આ નિસ્વાર્થ ભાવનું વ્યસનમુકત સેવાકાર્ય આજના વ્યકિત માટે પ્રેરણાદાયક છે. તેમના આ સેવાકાર્યથી અનેક લોકો TB જેવી ગંભીર બીમારીમાંથી હવે મુક્ત બનીને નીરોગી જીવન જીવતા થયા છે.

(With Input, Sunil Patel, Patan ) 

Published On - 5:27 pm, Tue, 31 May 22

Next Article