PATAN : કમોસમી માવઠા વચ્ચે ખેડૂતોની ખાતર માટે રઝળપાટ, ખાતર માટે લંબાવવું પડે છે જિલ્લાના મુખ્યમથક સુધી

|

Nov 27, 2021 | 4:49 PM

બજારમાં કે ખાતરના ડેપોમાં પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યું યુરીયા ખાતર. યુરીયા ખાતર માટે છેવાડા ગામના ખેડૂતો લાંબા થઇ રહ્યા છે જિલ્લાના મુખ્યમથક સુધી. જગતના તાતને આશા છે કે તેને યુરીયા ખાતર પાટણમાં તો મળી રહેશે.

PATAN : કમોસમી માવઠા વચ્ચે ખેડૂતોની ખાતર માટે રઝળપાટ, ખાતર માટે લંબાવવું પડે છે જિલ્લાના મુખ્યમથક સુધી
પાટણ-ખાતરની તંગી

Follow us on

કમોસમી માવઠાથી જગતનો તાત મુશ્કેલીમા મુકાયો છે. એક બાજુ માવઠાનો માર અને બીજીબાજુ રવીપાકનું વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે. પરંતુ નથી મળી રહ્યું ખાતર. ખાતરની માંગ સામે અછત સર્જાતા જગતનો તાત દોડધામ કરવા લાગ્યો છે.

ફરી એકવાર લાંબી લાઇનોમાં ઉભો રહ્યો છે જગતનો તાત. વહેલી સવારથી પાકને બચાવવા માટે જગતનો તાત ઉભો થઇ જાય છે ખાતરની લાઇનમાં. પરંતુ નથી મળી રહ્યું ખાતર. ખાતરની માંગ સામે સર્જાઇ છે અછત. જેને લઇને ખેડૂત ખાતર માટે મારી રહ્યો છે વલખા. બનાસકાંઠા જીલ્લાનો ખેડૂત ખાતર માટે લાંબો થઇ રહ્યો છે પાટણ સુધી.એકબાજુ કમોસમી વરસાદ અને બીજીબાજુ રવીપાકનુ વાવેતર જેને લઇને પાકને બચાવવા ખેડૂતો ખાતર માટે દોડતા થયા છે.

બજારમાં કે ખાતરના ડેપોમાં પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યું યુરીયા ખાતર. યુરીયા ખાતર માટે છેવાડા ગામના ખેડૂતો લાંબા થઇ રહ્યા છે જિલ્લાના મુખ્યમથક સુધી. જગતના તાતને આશા છે કે તેને યુરીયા ખાતર પાટણમાં તો મળી રહેશે. પરંતુ અહીં આવીને પણ ખાતર માટે વલખા મારી મારીને થાકી રહ્યો છે જગતનો તાત.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આમ તો GNFC દ્વારા નીયત કરાયેલ દુકાનો કે ડેપો પર જથ્થો ફાળવાય છે જ્યાંથી ખેડૂતને યુરીયા ખાતર મળી રહે. પરંતુ આવા ડેપો પર પણ ખેડૂતને નથી મળી રહ્યું ખાતર. જિલ્લામાં ખાતરની રોજની ૫ હજારથી વધુ ખાતરની થેલીની માંગ છે જેની સામે હાલમાં ૨ હજાર થેલી જેટલો જથ્થો જ ખાતરનો આવી રહ્યો છે. જેથી ખાતરના ડેપોમાં પણ ખાતરનો જથ્થો ખૂટ્યો છે. જો ખાતરની ગાડી આવે કે તરત જ ખાતર માટે ખેડૂત દોડીને પહોંચી રહ્યો છે. ડેપો પર તેટલું જ નહિ ખાતરનું કાળાબજાર પણ શરુ થયું હોવાનું જણાવી રહ્યા છે ખેડૂતો.

ખાતર માટે ભર શિયાળે વહેલી સવારથી લાંબી લાઇનમાં ખાતરની રાહ જોવા ઉભો થઇ જાય છે જગતનો તાત. જો કે જગતના તાતની આશા માત્ર GNFC ની ડેપો પર જ સંતોષતા રાહત પણ અનુભવી રહ્યો છે જગતનો તાત.કમોસમી વરસાદ અને રવીપાકનુ વાવેતર બંને સાથે આવતા ખેડૂતની મુશ્કેલી ખાતરે વધારી છે. ત્યારે પાકને બચાવવા જિલ્લામાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો પહોંચે તો અછત દૂર થાય અને ખેડૂતની મુશ્કેલી તેમજ ચિંતા હળવી થાય.

Next Article