પાટણ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

|

Sep 28, 2019 | 6:29 AM

પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી, ભારે પવન અને ગાજવીજ સાથે પાટણમાં 5 કલાકમાં 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાટણ સિવાય આસપાસના સરસ્વતી પંથકમાં પણ 4 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો ચાણસ્મા પંથકમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ […]

પાટણ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

Follow us on

પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી, ભારે પવન અને ગાજવીજ સાથે પાટણમાં 5 કલાકમાં 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

પાટણ સિવાય આસપાસના સરસ્વતી પંથકમાં પણ 4 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો ચાણસ્મા પંથકમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો. પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને જનજીવન અસરગ્રસ્ત થયુ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાટણ શહેરની વાત કરવામાં આવે તો મુશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા, ભારે વરસાદથી લોકોને ઓફિસ તેમજ બાળકોને શાળાએ જવામાં હાલાકી પડી. કેટલીક સોસાયટીઓમાં તો વરસાદી પાણી સાથે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ ગટરના અને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article